કાર્યવાહી:પાદરામાં ટ્રકમાં ગેરકાયદે પશુઓ લઇ જતા 6 ઝડપાયા, 13 સામે ગુનો

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રકમાં પશુઓ ભરી લઈ કતર ખાને લઈ જવાતા હતા - Divya Bhaskar
ટ્રકમાં પશુઓ ભરી લઈ કતર ખાને લઈ જવાતા હતા
  • કતલખાનાએ લઇ જવાના ઇરાદે પશુઓ ભરી જતા હતા
  • જુદા જુદા સ્થળેથી 5 ટ્રકમાં જતા 63 પશુઓને બચાવી લેવાયાં

પાદરાના વડુ પોલીસ મથક હદ વિસ્તારમાંથી બાતમીના આધારે બે અલગ અલગ સ્થળોથી કતલખાને લઈ જવાના ઈરાદે ગેરકાયદેસર રીતે ટ્રકમાં ભરી લઈ જવાતા પશુઓને વડુ પોલીસે પકડી 6 ઈસમોને ઝડપી લીધા હતા. પોલીસે કુલ 13 ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વડુ પોલીસે અંગઝડતી, મોબાઈલ, 5 ટ્રક અને રોકડ મળી કુલ રૂપિયા 52,05,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને કુલ 63 પશુઓને બચાવી સહીસલામત પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એક સાથે 5 ટ્રકમાં કતલના ઈરાદે લઇ જવાતા 63 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા.

વડુ પોલીસે મુવાલ ચોકડી પાસેથી કન્ટેનરમાંથી ભોજ ગામેથી 19 પશુઓ ભરી લઈ જવાતા ઝડપી પાડ્યા હતા, મુવાલમાં કન્ટેનર સાથે 2 ઈસમોને 18,92,000ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે બીજા બનાવમાં કુરાલ ચોકડી પાસેથી 44 પશુઓ 4 ટ્રકોમાં ભાવનગરના શિહોરથી ખીચોખીચ ભરી ક્રૂરતાપૂર્વક ગેરકાયદેસર રીતે પશુઓ લઈ જવાતા હતા.

જેમાં વડુ પોલીસે 4 ટ્રકના ચાલકોની અટકાયત કરી રૂા. 33,13,400નો મુદામાલ ઝડપી લીધો હતો. આમ કોઈ પણ સરકારી અધિકારીના આધાર પુરાવા વગર કતલ કરવાના ઇરાદે હેરાફેરી કરતા 13 પૈકી 6 ઈસમોની ધરપકડ કરાઇ હતી. જ્યારે પશુ મોકલનાર તથા મંગાવનારને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. ઝડપાયેલ ઈસમોની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઇ હતી.

મુવાલ ચોકડીની રેડમાં ગુનો નોંધાયેલ આરોપીઓ
1. ઈક્રમ મુસા ડંકી, રહે.વલણ, તા.કરજણ, 2. મો.ન. વાળો ઇસમ, 3. ઉસ્માન ઉર્ફે ભીખા યાકુબ દર્વેશ, રહે. વલણ, તા.કરજણ, 4. સુહેલ અબ્દુલસમદ બટલી, રહે. ટંકારીયા, મુ.કંથારિયા, જિ.ભરૂચ અને 5. મુસ્તાક બુસા બાલા, રહે.કોવા ડીસ્ત્રીક્ત, મુ.પરીએજ, જિ.ભરૂચ

કુરાલ ચોકડીના બનાવમાં ગુનો નોંધેલ આરોપીઓ
1. સાદિક જેની વધુ માહિતી નથી, 2. ઇકબાલ માંડલિયા, રહે.અમરેલી, તા.જિ.અમરેલી, 3.દાદુભાઈ ઇબુભાઈ તરકવાડિયા, રહે.શિહોર, જિ.ભાવનગર, 4. ઈરફાન યુસુફ લાખાણી, રહે. શિહોર, જિ.ભાવનગર, 5. યાસીર હબીબ કાલવા, રહે. અમરેલી, તા.જિ.અમરેલી, 6. જાહિદ ગફાર કુરેશી, રહે. શિહોર, જિ.ભાવનગર, 7. અશરફભાઈ નાનુભાઈ પઠાણ, રહે.વલ્લભીપુર, જિ.ભાવનગર, 8.અફજલ ઈરફાન દસાડીયા, રહે. શિહોર, જિ.ભાવનગર

અન્ય સમાચારો પણ છે...