તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારીયાઓ ઝડપાયા:પાદરામાં 12 જુગારીઓ 1.69 લાખની મતા સાથે ઝડપાયા

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લતિપુરા રોડ પર ખેતરમાંથી 7 જુગારીયાઓ ઝડપાયા
  • રોકડા રૂ. 16,780, 2 મોબાઇલ, 5 બાઇક સાથે રૂ. 1,51,780નો મુદ્દામાલ જપ્ત

પાદરા લતિપુરા રોડ પર ખેતરમાં ભેગા મળી બેટરીના અજવાળે હાર-જીતનો જુગાર રમતા જુગારધામ પર એલ.સી.બી.પોલીસે રોકડા રૂા.16,780, મોબાઈલ 2 નંગ રૂા.10,000, મોટરસાયકલ 5 નંગ રૂા.1,25,000 મળી કુલ રૂા.1,51,780ના મુદ્દામાલ સાથે 7 ઈસમો સામે જુગારધારા કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

પાદરામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી. બી.પોલીસ સ્ટાફના પૃથ્વીસિંહ, ભૂપતભાઈનાઓ પટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી. પાદરા લતીપુરા રોડ પર અંબાશંકરી પાસે અક્ષરપાર્ક સોસાયટીના બાજુમાં ઉમેશભાઈ અશોકભાઈ પટેલના ખેતરમાં કેટલાક ઈસમો ભેગા મળી બેટરીના અજવાળે પત્તા-પાના પૈસા વડી હાર-જીતનો જુગાર રમે છે તે બાતમીના આધારે એલ.સી.બી.પોલીસ સ્ટાફે કોર્ડન કરી રેડ કરતા જ તેમજ હાલ કોરોના વાઇરસની મહામારી ચાલતી હોય તેમ છતાં ભેગા થઈ જાહેર જગ્યામાં રેઇડ કરતા અંગઝડતીના રૂા.9350 તથા દાવ ઉપરના રૂા.7430 મળી કુલ રૂા.16,780 તથા મોબાઈલ નંગ 2 રૂા.10,000 તથા મોટરસાયકલ 5 નંગ રૂા.1,25,000 મળી રૂા.1,51,780 ના મુદ્દામાલ સાથે સાત ઈસમોને પકડી પાડ્યા હતા.

એલ.સી.બી. પોલીસે ગત મોડી રાતનાં લાઈટના અજવારે જુગાર રમતા જુગારીઓ પર કોર્ડન કરી રેડ કરતા નાસભાગ મચી ગઇ હતી. પોલીસે રેડ દરમ્યાન જયદીપ નવનીત રાણા રહે.જૂની ગોલવાડ, રાહુલ ધનશ્યામ દરજી રહે.ગુંદી ફળિયા, મોસીન ગુલામ વ્હોરા રહે.ગોવિંદપુરા, સુરેશ વિનુ માળી રહે. સંતરામ મંદિર પાછળ, રાકેશ જયંતીભાઈ પટેલ રહે.ઉમિયાવાડી, અંકિત રસિકભાઈ પટેલ રહે. નવાપુરા, સતીસ નટવર પટેલ રહે. ઉમિયાવાડી તમામ રહે.પાદરાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...