તસ્કરી:પાદરાના ખંડ્યાપુરામાં એક જ રાતમાં ચાર સ્થળેથી 8 લાખની મતા ચોરી તસ્કરો ફરાર

પાદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખંડ્યાપુરામાં 4 જગ્યાને નિશાન બનાવી તસ્કરો લાખોની મતાની ચોરી કારી પલાયન થઈ ગયા હતા. - Divya Bhaskar
ખંડ્યાપુરામાં 4 જગ્યાને નિશાન બનાવી તસ્કરો લાખોની મતાની ચોરી કારી પલાયન થઈ ગયા હતા.
  • 3 મકાન અને એક મંદિરને નિશાના બનાવી ખેલ પાડ્યો : પોલીસની નાઈટ પેટ્રોલિંગના ધજાગરા

પાદરા પોલીસ સામે તસ્કરોએ તરખાટ મચાવી પડકાર નાખ્યો છે. ખંડેરાવપુરા ગામમાં એક જ રાતમાં ત્રણ ઘર અને એક મંદિરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. ખંડેરાવપુરા ગામની સીમ તેમજ ગામની વચ્ચે આવેલા મકાનોને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યા હતા, બીજીબાજુ તસ્કરોએ ભગાવનને પણ છોડયા નહિ. મદિરની દાનપેટીમાંથી પણ તેમણે ચોરી કરી હતી. આમ તસ્કરોએ પાદરા પોલીસની નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવ્યા છે.

પાદરાના ડભાસાના પેટા પરા ખંડેરાવપૂરામાં રમણભાઈ જાદવના બંધ ઘરના પાછળની લોખંડની જાળી મારફતે પ્રવેશી ઘરમાં નીચેના માળે આવેલ રૂમમાં લાકડાના કબાટમાંથી એક સોનાનો હાર, 8 વીંટીઓ, સોનાની ચેન, ઝુમ્મર, ચાંદીના ત્રણ જોડ છડા તેમજ લોખંડની તિજોરીમાંથી રોકડા ~ 30000 મળી કુલ ~ 5 લાખની મતાની ચોરી કરી હતી. તથા રમેશભાઇ જાદવના બંધ ઘરમાંથી સોનાની વિંટી, ચેન તેમજ રોકડા ~ 60 હજાર મળી કુલ ~1.12 લાખની મતાની અને રાયસિંહ જાદવના ઘરમાંથી એક સોનાની ચેન તથા સોનાની 5 વીંટીઓ તથા રોકડા ~ 7000 મળી કુલ ~ 1.35 લાખની મતાની ચોરી થઇ હતી. જ્યારે હિતેશભાઇ જાદવના ઘર પાસે પાર્ક કરેલ તેમની હીરો બાઇક, સોના/ચાંદીના દાગીના તથા રોકડા મળી કુલ ~7.67 લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...