ધમકી:માસરમાં ઘર સામે મૂકેલું ટ્રેક્ટર બીજે મૂકવાનું કહેતાં વાત વણસી

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અહીંથી ટ્રેક્ટર નહીં હટે કહી ત્રણે મારી નાખવાની ધમકી આપી

પાદરાના માસર ગામે રહેતા ચંપાબેન સુખદેવ જાદવના ઘરની સામે ભત્રીજા વિજય ઘનશ્યામ પરમારે ટ્રેક્ટરમાં ડીજે ભરી મુકેલ હતું. ટ્રેક્ટર ખસેડી બીજે મુકવા જણાવતા ભરત પરમાર અને ગીતાબેન પરમાર આવી કહેવા લાગેલ કે આ જગ્યા તમારા બાપની નથી.

અહીંથી ટ્રેક્ટર નહીં હટે તેમ કહી ગમે તેમ ગાળો બોલી ખોટો ઝઘડો કરી લાકડીની ઝાપટો લીલાબેનને તેમજ ચંપાબેનને મારતા વચ્ચે છોડાવા પડેલ ભરતે ચંપાબેનને લાફો મારી અહીંયાથી જતા રહો નહીં તો જાનથી માંરી નાખીશું તેવી ધમકી આપી મારામારી કરી જતા રહેતા લીલાબેનને લાકડીની ઝાપટો વાગતા 108માં સારવાર માટે ખસેડાયા હતા. વડુ પોલીસ મથકે ચંપાબેન સુખદેવ જાદવે આપેલી ફરિયાદ નોંધાતા પોલીસે એક મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં વિજય ઘનશ્યામ પરમાર, ભરત ઘનશ્યામ પરમાર, ગીતાબેન ઘનશ્યામભાઈ પરમારનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...