પોલીસની કાર્યવાહી શરૂ:કુરાલમાં ઓશિકા નીચેથી ચાવી લઇ તસ્કરોની સફાઇ, ઘરનો દરવાજો તોડી ઘરમાંથી રોકડ અને દાગીના ઉઠાવી ગયા

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટીલના ડબ્બામાં મુકેલા દાગીના, રોકડની ચોરી
  • તસ્કરો જાણભેદુ હોવાનું અનુમાન

પાદરાના કુરાલ ગામે ઓશીકા નીચેથી ચાવી લઇ ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરીની ચાવી વડે સ્ટીલના ડબ્બામાં મુકેલ સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ 1,95,000ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયાની ફરિયાદ વડું પોલીસ મથકે નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાદરા વડુ પોલીસ મથકની હદમાં આવેલ કુરાલ ગામે મહાદેવ ફળિયામાં રહેતા ફિરોજ અયુબભાઈ ઘાંચીના પરિવારો રાત્રીના સમય દરમિયાન સુઈ ગયા હતા. તથા ઘરના દરવાજાને લોક મારી ઓશિકા નીચે ચાવી મૂકી સૂઈ ગયા હતા. જે તસ્કરો દ્વારા દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરી તિજોરીને ચાવી વડે ખોલી અનાજ ભરવાની કોઠીને મારેલ લોકને ગોદડા નીચે મુકેલ ચાવી વડે ખોલી રોકડ રકમ તથા સ્ટીલના ડબ્બામાં મુકેલ સોનાના દાગીના મળી કુલ 1,95,000ની મતાની ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...