ભાસ્કર વિશેષ:પરિવારજનો અને બાળકોને સંસ્કાર નહીં આપો તો સંતતિ અને સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​પાદરામાં ડો. પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીનો પારિવારિક મુલ્યો ઉપર કાર્યક્રમ યોજાયો

પાદરામાં વિશ્વવિખ્યાત BAPSના સંત ડૉ. પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીની પાદરા ખાતે પારિવારિક મુલ્યો ઉપર અદ્ભુત કાર્યક્રમ યોજયો. ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા પાદરા પ્રમુખસ્વામી ટાઉનહોલ ખાતે પારિવારિક મૂલ્યો વિષય ઉપર ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય આયોજક સંજયભાઈ પટેલ અને પાદરા નગરના પ્રેસમીડીયાના પત્રકાર મિત્રો અને ભાજપાના મહામંત્રી શૈલેષ સ્વામી તેમજ યુવા અગ્રણી એવા ચોક્સી આશિષભાઈ પટેલના સહયોગથી યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સૌપ્રથમ સ્વાગત કરી દિપ પ્રાગટ્ય કરી બીએપીએસના વિદ્વાન સંત ડોક્ટર જ્ઞાનવત્સલ્ય સ્વામીએ પોતાની આગવી છટાથી પોતાના કૃપા વચનો અને આશિર્વચનો દ્વારા જણાવ્યું હતું કે, પારિવારિક મૂલ્યો સમજાવતા પરિવારમાં ટીસીઆરનું મહત્વ યાદ રાખવું જોઈએ. ‘ટી’ ફોર ટાઈમ એટલે પરિવારમાં સમય ફાળવવો, ‘સી’ ફોર કેર એટલે પરિવારના લોકોની કાળજી રાખવી, ‘આર’ ફોર રિસ્પોન્સિબિલિટી એટલે પરિવાર પ્રત્યે પોતાની જવાબદારી રાખવી.

આમ, જો તમારા પરિવારજનોને અને બાળકોને સંસ્કાર નહીં આપો તો, તમારે સંતતિ અને સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે. ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીના હસ્તે અપંગના ઓજસ ગુજરાત દ્વારા અને ભાજપના મહામંત્રી શૈલેષ સ્વામી અને ભાજપના ઉપપ્રમુખ અપુર્વ પટેલના સહયોગથી ડોક્ટર જ્ઞાનવત્સલ્ય સ્વામિના વરદ હસ્તે આજના મુખ્ય કાર્યક્રમના ઇન્ચાર્જ અને મીડિયા પાર્ટનરના સહયોગીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...