તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:CM કહેશે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ : જસપાલસિંહ

પાદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હું કોંગ્રેસનો ધારાસભ્ય હોવાથી સરકાર મારી પાદરાની જનતા સાથે સતત અન્યાય કરી રહી છે: જશપાલસિંહ

પાદરા ના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે બુધવારના રોજ મીડિયા સામે નિવેદન આપ્યું હતું કે કે હું કોંગ્રેસ પક્ષ તરફથી ધારાસભ્ય હોવાથી ગુજરાત સરકાર મારી પાદરાની જનતા સાથે સતત અન્યાય કરી રહી છે.

રાજ્ય સરકાર પાસે પાદરાના બે મુખ્ય કામોની માગ વારંવાર કરવામાં આવી છે. છતાં કોંગ્રેસના ધારાસભ્ય હોવાથી પાદરાની જનતાને અન્યાય થઇ રહ્યો છે. જસપાલસિંહ એ જણાવ્યું હતું કે મેં સરકાર પાસે તિથોર પાસે મહીં નદી પર આડબંધ અને પાદરા જંબુસર ફોરલાઈન બનાવવા અનેકવાર રજૂઆત કરી છે. જે પાદરાની જનતાના પ્રાણ પ્રશ્નો છે. લોકોની પણ માગ પણ છે છતાં પણ જનતાને અન્યાય કરવામાં આવે છે.

ત્યારે હવે હું સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહુ છુ કે સરકાર પાદરાના બે પ્રાણ પ્રશ્નોને મંજૂરી આપી બનાવી દેશે તો અને મુખ્યમંત્રી કહેશે તો હસતા મોઢે રાજીનામું આપી દઈશ તેમ જણાવ્યું હતું. આ બાબતે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સાવલીમાં 308 કરોડના વિયર મંજૂર થયા છે. તો પાદરાની જનતા વર્ષો થી માગ કરે છે અને પ્રાણ પ્રશ્નોને કેમ સરકાર ગણકારતી નથી તેમ કહી નારાજગી દર્શાવી હતી. આ બાબતે ફેર વિચારણા કરવાની માંગ કરી હતી. જો સરકાર આ બાબતે વિચારે તો સાવલીમાં 80 ગામોને લાભ મળે છે. જ્યારે પાદરામાં આડબંધ બને તો 150થી વધુ ગામોને લાભ મળી શકે છે તેમ જણાવ્યું હતું. સાથે તેઓએ જણાવ્યું હતું કે આજ કામોની વિધાનસભાની ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરમાં જાહેરાત કરી હતી. છતાં પણ પાદરામાં કોંગ્રેસના ધારાસભ્ય હોવાના કારણે સરકાર પાદરા સાથે સતત અન્યાય કરતી હોવાના આક્ષેપ સાથે નારાજગી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો