આયોજન:ચાણસદમાં રામજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

પાદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરયાત્રા 20 નવેમ્બરે 4 કલાકે યોજાશે

પાદરાના ચાણસદ ગામે લાલજી મહારાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત રામજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 નવેમ્બરને સોમવારે સવારે 8:30 કલાકે રામજી મંદિરમાં રાખેલ છે. પાદરાના ચાણસદ ગામે રામજી મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ચાણસદમાં થનાર રતન નિર્માણધીન રામજી મંદિરની મૂર્તિ પૂજન 28 ઓક્ટોબરના રોજ સારંગપુર ખાતે કરવામાં આવ્યું હતું.

હવે તેનો વિધિવત પ્રતિષ્ઠા વિધિ સમારોહ બી.એ.પી.એસ. સંસ્થાન વરિષ્ઠ સદગુરુ સંત પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામીના વરદ હસ્તે કરવામાં આવશે.જેમાં નગર યાત્રા 20 નવેમ્બરને શનિવારે બપોર 4 કલાકે રાખેલ છે.

22 નવેમ્બરને સોમવારે શ્રી રામજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કાર્યક્રમ સવારે 8:30 કલાકે રાખેલ છે.આ પ્રસંગે સંતો-મહંતો સહિત ગામના આગેવાનો, હોદ્દેદારો તેમજ લોકો હાજર રહેશે. નગર યાત્રા ચાણસદ ગામે મુખ્ય માર્ગ પર ફરશે. બેન્ડવાજા સાથે નિકળનારી નગર યાત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાશે.

અન્ય સમાચારો પણ છે...