તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે વડુ જિલ્લા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી રહેલા અર્જુનસિંહ પઢીયાર કર્ણાકુવા ગામના માજી સરપંચ સંજયસિંહ રાઠોડને ધમકી આપી હોવાની અરજી વડુ પોલીસ મથકે આવતાં ફરી એકવાર વિવાદમાં સપડાયા છે.
માહિતી મુજબ પાદરા તાલુકાના કર્ણાકુવા ગામના માજી સરપંચ સંજયસિંહ રાઠોડે વડુ પોલીસ મથકમાં અરજી આપી હતી કે તેમને ધમકી આપી હોવાથી ડઘાઈ ગયા હતા. ગભરાયેલા સંજયસિંહે પોતાના જીવનું જોખમ હોવાનું ઉદેશીને વડુ પોલીસ મથકે અરજી આપી છે. તેમાં ઉલ્લેખ છે કે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલે છે અને સંજયસિંહ ભાજપાના પાયાના કાર્યકર હોવાથી તેમને ભાજપાના પ્રભારી તરફથી પ્રચાર કરવાનો આદેશ કર્યો હોવાથી તેઓ નિષ્ઠાપૂર્વક ભાજપાની જવાબદારી નિભાવીને હાલમાં પ્રચારમાં જોતરાયા છે. ત્યારે વડુ જિલ્લા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી રહેલા અર્જુનસિંહે ઉશ્કેરાઈની ભાજપાના સંજયસિંહને ધમકી આપી હતી.
તા.22 ને રવિવારે કર્ણાકુવા ગામે યોજાયેલા લગ્ન પ્રસંગે હાજરી આપવા આવેલા વડુના કોંગ્રેસના ઉમેદવાર અર્જુનસિંહ પઢીયાર હાજર હતા ત્યારે ગામના માજી સરપંચ પણ હાજર હતા. દરમિયાન ગામના અન્ય લોકોની હાજરીમાં અર્જુનસિંહે સંજયસિંહને ધમકી આપી હતી કે “ચૂંટણી તો હું જ જીતવાનો છું ચૂંટણી પછી હું તને જોઈ લઈશ”. અર્જુનસિંહે એમ કહી ઉશ્કેરાઈને અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા, ગામનો શુભ પ્રસંગ ન બગડે તે માટે તેઓ ત્યાંંથી જતા રહ્યા હતા, જ્યારે સોમવારે ગભરાઈ ગયેલા કર્ણાકુવાના માજી સરપંચે વડુ પોલીસ મથકે પોતાના જીવને જોખમ હોવાની અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બરોડા ડેરીની ચૂંટણી બાદ ચોકારી ગામના ડેરીના સભાસદ તેમજ સરપંચ ભૂપેન્દ્રસિંહ મહીડાને ધમકી આપી હોવાનો ઓડિયો પણ વાયરલ થયો હતો. ત્યારે ફરી એકવાર કર્ણાકુવાના માજી સરપંચને ધમકી અપાતાં તાલુકાનું રાજકારણ ગરમાયુ છે.
મને કોઇ વાતની માહિતી નથી
હું અરજી બાબતે કશું જાણતો નથી, મને કોઈ વાતની માહિતી નથી, પાંચ વર્ષમાં 18થી 20 લાખના વિકાસના કામોની ગ્રાન્ટ આપી છે. જો એવું કંઈ હોત તો ગામને ગ્રાન્ટ જ ના આપત ને. આ એક રાજકીય સ્ટંટ છે. > અર્જુનસિંહ પઢિયાર, ઉમેદવાર, જિલ્લા પંચાયત વડુ બેઠક
અરજદારે ખાલી સામાન્ય અરજી આપી છે
અરજદાર માજી સરપંચે આ ધમકી સામેની અરજી આપતાં કહ્યું હતું કે આ બાબતે મારે કંઈ કરવું નથી,પરંતુ ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે એટલે ખાલી સામાન્ય અરજી આપી છે. સુરક્ષાની કોઈ માંગણી કરી નથી. > સી.એલ.દેસાઈ, પીએસઆઇ, વડુ પોલીસ
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.