નવરાત્રિ પર્વ સમાપન તરફ:પાદરાના રણુ તુળજા ભવાની મંદિરે આઠમે દર્શન માટે સેંકડો માઇભક્તોની ભીડ જામી

પાદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
રણું તુલજા ભવાની માના મંદિરે આઠમના દિવસે સેંકડો ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. - Divya Bhaskar
રણું તુલજા ભવાની માના મંદિરે આઠમના દિવસે સેંકડો ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
  • નવરાત્રિના આઠમા દિવસનું ખૂબ મહત્ત્વ હોવાથી જિલ્લાના માતૃ મંદિરો ભક્તોથી ઉભરાયાં
  • સુરક્ષાને​​​​​​​ ધ્યાને લઈ વિવિધ જગ્યા પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

પાદરાના રણું ગામે મા તુલજા ભવાની માતાજીના મંદિરે વૈશ્વિક મહામારી કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષ બાદ લાદવામાં આવેલી પબંધીઓના માહોલ વચ્ચે મળેલી કેટલીક છૂટછાટોનો લાભ લઈને કોરોનાને ભૂલી જઈને સેંકડો માઈ ભક્તોએ આઠમા નોરતે આઠમના દિવસે મા તુલજા ભવાની માતાજીના દર્શનનો લાભ લઇ ધન્ય બન્યા હતા. તુલજા ભવાની મા ના જય ઘોષથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. મહંત કવીન્દ્રગીરીજીએ સૌ માઈ ભક્તોને આર્શીવચન આપ્યા હતા. પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ માતાજીને ધજા અર્પણ કરાઇ હતી.

રણુ ખાતે કોરોનાની મહામારીને લઈને મેળા બંધ રાખેલ હોવા છતાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. અનેક ભક્તો પગપાળા દર્શન કરવા જતાં જોવા મળ્યા હતા. મોડી રાત સુધી લોકોએ દર્શનનો લાભ લીધો હતો. પાદરામાં સુરક્ષાને લઇ વિવિધ જગ્યા પર પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું હતુ.

150 વર્ષ જૂના ગાયકવાડ સરકારે અર્પણ કરેલ આભૂષણો, દાગીના સાતમે મા તુલજા ભવાનીને ચઢાવાય છે. આઠમે સૌ માઈ ભક્તોએ આ શણગારના દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...