પાદરા વડુ પંથકમાં હનુમાનજી દાદાનો જન્મોત્સવ સુદ પૂનમને તારીખ 16 એપેરિલ 2022ના રોજ હનુમાનજી દાદાનો પ્રાગટ્ય દિવસ હોવાથી હનુમાનજી મંદિરોમાં પૂજનવિધિ, હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ પાઠ, મારુતિ યાગ, અનુકૂળ દર્શન, મહાઆરતી સહિત ભવ્ય ભંડારા મહોત્સવ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત હનુમાનજી દાદાના મંદિરોને શુશોભિત કરી રોશનીથી શણગારવા માટે તેમજ વિવિધ કાર્યક્રમોની આયોજકો દ્વારા અંતિમ તૈયારીઓ કરી રહ્યા છે.
પાદરાના નવાપુરા પુનિત ચોક વિસ્તારમાં આવેલ વડતાલ તાબાના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દાદાનો પ્રાગટય દિવસ હોવાથી ત્રણ દિવસ મારુતિ યાગ તેમજ 14 એપ્રિલ 2022ના રોજ રાધે રાધે ભજન તારીખ 15 એપ્રિલ 2022ના રોજ સુંદરકાંડ રાત્રે 8 કલાકે રાખેલ છે સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા 20 હજાર જેટલા દાદાના ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે. પાતળિયા હનુમાન મંદિરે શ્રીરામચરિતમાનસ રત્ન કથાની પૂર્ણાહુતિ થશે. ધાયજ રોડ પર સંકટમોચન હનુમાન મંદિરે રમશેરી યુવક મંડળ સર્વે ધર્મ પ્રેમી જનતાના સહયોગથી વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.