ઉજવણી:પાદરામાં ગુરુપૂર્ણિમા શ્રદ્ધા ભક્તિ સાથે ઉજવાઈ

પાદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સનાતન ધર્મમાં ગુરુપૂર્ણિમાનો મહિમા અનન્ય છે. ભગવાન કરતા ગુરુનો મહિમા મોટો બતાવ્યો છે. જેમાં પાદરામાં પણ કોરોના મહામારી વચ્ચે ગુરુપૂર્ણિમા શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મંદિરોમાં સંતરામ મંદિરમાં પૂ. મોહનદાસ મહારાજનું પૂજન કરવા ભક્તોની વર્ષોની પરંપરા કરતા સંખ્યા ઓછી હતી. જેમાં ટેમ્પરેચર ગAનથી ટેસ્ટ કરીને અંદર જવા દેવામાં આવતા હતા.

સેનિટાઈઝર લગાવતા હતા અને ગુરુપૂજન દૂરથી કરવામાં આવતું હતું. માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું હતું અને વારા ફરતી જવા દેવામાં આવતા હતાં. રામદ્વારામાં સદગુરુ પૂ.રામચરણ દાસ મહારાજનાં ચિત્રને પૂજનનો કાર્યક્રમ થયો હતો. પાતળીયા હનુમાન મંદિરે પૂ. જયરામ દાસ મહારાજના પૂજન  માટે પણ ભક્તો પહોચ્યાં હતાં. જાસપુર હનુમાત્ય મંદિરના મહંતની પાસે ભક્તો પૂજન માટે ગયા હતા અને ગુરુપૂર્ણિમાનો મહિમા સાથે ઉજવણી કરવામાં આવી હતી. 

અન્ય સમાચારો પણ છે...