તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પાદરામાં અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • भाભાસ્કર વિશેષ |ગરીબ પરિવારોને 2 મહિના સુધી ચાલે તેટલી અનાજની કિટો આપવામાં આવી

મંગળવારે પાદરા ભાજપા દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટજીને જન્મદિવસ નિમતે પાદરાની ગરીબ સેવા વસ્તીમાં અનાજની કિટનું વિતરણ કરાયું હતું. જેમાં પાદરા ભાજપ દ્વારા “સેવા હી સંગઠન’ પાદરા ભાજપ દ્વારા પાદરાના ગરીબ સ્લમ વિસ્તારોના ગરીબ પરિવારોના 2 મહિના ચાલે તેટલું અનાજની કિટોનો વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સરકાર અને અક્ષય પાત્ર, યોજના વડોદરા અને પાદરા ભાજપાના સયુંકત ઉપક્રમે પાદરા નગરના ગરીબ પરિવારોને તેમજ સ્લમ વિસ્તારોમા આ અનાજની કિટ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

અપંગના ઓજસ- ગુજરાતના શૈલેષ પંચાલ,તેમજ આ કાર્યક્રમાં અક્ષય પાત્ર અનલિમિટેડ ફુડ ફોર ચિલ્ડ્રનના દિનેશ રાવલ અને દિલિપ સોની ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સેવાકીય કાર્યક્રમમા સ્લમ વિસ્તારોના રહીશોને સંબોધતા પાદરા નગર ભાજપા મહામંત્રી શૈલેષ સ્વામી એ જણાવ્યું કે, ગુજરાત સરકાર તથા દાદર નગર હવેલી ખાતે ભોજન રાહત સામગ્રી અને અક્ષય પાત્ર અનલિમિટેડ ફુડ ફોર ચિલ્ડ્રન પ્રોજેક્ટ અક્ષયપાત્ર સંસ્થા દ્વારા સરકારી શાળાઓમાં આ યોજના હેઠળ 615 સ્કૂલો, આંગણવાડી 400 ગરમ નાસ્તો, ગરમાગરમ પૌષ્ટીક આહારભોજન પૂરું પાડવામાં આવે છે.

તેમજ હાલ કોરોના કાળની સ્થિતિમાં શાળાઓ બંધ હોવાથી તેઓ દ્વારા જરૂરિયાત મંદ અને ગરીબોની સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. વધુમાં પાદરા ભાજપાના શૈલેષ પંચાલે જણાવ્યું કે, ભાજપા દ્વારા ‘સેવા હી સંગઠન’ના માધ્યમથી કોવિડ મહામારીની બીજી લહેર દરમિયાન ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 1.15 કરોડ લોકોને ભોજન, 32000 લોકોને અનાજની કિટ પાદરામાં આજરોજ 151 અનાજની હેપીનેશ કીટો લોકોની સેવા કરી સામાન્ય પ્રજા વચ્ચે જઈને કામ કરે છે.

આથી ગરીબ પરિવારોને જણાવ્યું કે, ‘તું એકલો નહિ એકડો છે દોસ્ત ઉઠ હજારો મીંડા તારી રાહ જુએ છે.. ઝૂમતાં નહી આવડે તો ચાલશે પણ, ઝઝૂમ્યાં વગર તો છૂટકો જ નથી. પાદરા નગર પાલિકા પૂ.પ્રમુખ પરેશ ગાંધીએ જણાવ્યું કે,સેવા હૃદયથી સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે. કદમ અસ્થિર હોય એને કદી રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.

અન્ય સમાચારો પણ છે...