સમાધાન:પાદરામાં બાળકને ઝૂંટવી લઇ મહિલાને સાસરીમાંથી કાઢી મૂકી

પાદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભયમ પાદરા દ્વારા મધ્યસ્થી કરી ઝઘડાનું સમાધાન કરાયું

પાદરાના એક ગામમાં બાળક ઝૂંટવી લઇ પરણિતાને સાસરીમાંથી કાઢી મૂકતાં અભયમ પાદરા દ્વારા મધ્યસ્થી કરી સમાધાન કરાવવામાં આવ્યુ હતું.મળતી માહિતી મુજબ સાવલી તાલુકામાં આવેલા ગામમાં રહેતા પરણિતાને લગ્નના 2 વર્ષ થયા છે. જેઓને એક 7 માસનું સંતાન છે. જેને ઝૂંટવી લઈ સાસરીયાએ ઝઘડો કરી ઘરમાંથી હાંકી કાઢવામા આવ્યાં હતા. પરિણીતા ગામ અને ઘર છોડવા મજબૂર બની હતી. કોઈ ત્રાહિત વ્યક્તિ થકી 181 અભયમ મહિલા હેલ્પ લાઈન વિશે માહિતી મળતાં તેઓએ મદદ માગી હતી.

પાદરાની 181 અભયમ્ મહિલા હેલ્પ લાઈન ટીમે સ્થળે પહોંચી સાસરીવાળાનું અસરકારક કાઉન્સિલિંગ કરી આ રીતે પરિણિતાને હેરાન કરવો એ ગુનો બને છે. જેની ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ સજા પણ થઇ શકે છે. જેથી તેઓને પોતાની ભૂલ સમજાઈ હતી અને હવે પછી કોઇ પણ પ્રકારની હેરાનગતિ નહીં કરે તેવી ખાત્રી આપતા પારીવારીક ઝઘડાનું સમાધાન કરાવવામા સફળતા મળી હતી. અભયમ ટીમની સમયસર મદદ મળતાં પરણિતાએ હૃદયથી આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...