તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાદરા જનસેવા કેન્દ્રમાં સરકારી કચેરીઓ શરૂ થઇ

પાદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરા જનસેવા કેન્દ્ર ખાતે સરકારની વિવિધ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે અરજદારોની લાઈન લાગે છે. - Divya Bhaskar
પાદરા જનસેવા કેન્દ્ર ખાતે સરકારની વિવિધ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે અરજદારોની લાઈન લાગે છે.
  • કોરોના સંક્રમણ વધતાં ગત એપ્રિલ માસથી જનસેવા કેન્દ્ર બંધ કરાયા હતા

પાદરા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં સરકારી કચેરીઓ કાર્યરત થતા આજે ત્રીજા દિવસે પણ લાઈનો લાગેલી હતી. જનસેવા કેન્દ્ર ખાતે ગ્રામજનો માસ્ક, સોશિયલ ડીસ્ટન્સના પાલન સાથે સરકારની ગાઈડલાઈન મુજબ અરજદારોની લાઈનો લાગી જાય છે. પરંતુ કેટલાક પાલન નહીં કરતા હોવાનું પણ જોવા મળ્યા હતા. પાદરામાં ખાનગી અને સરકારી કચેરીઓ 100 ટકા કર્મચારીઓ સાથે કાર્યરત થવા પામી છે.

જે બે મહિના બાદ તમામ કચેરીઓ પુરા સ્ટાફ સાથે શરુ થઇ હતી. પાદરા તાલુકા સેવાસદનના જનસેવા કેન્દ્ર ખાતે સવારથી અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. જનસેવા કેન્દ્રમાં અરજદારોમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે લોકો લાઈનોમાં ઉભા રહે છે. ત્યારે બેરીકેટ પણ કરવામાં આવ્યા છે. છત્તા પણ ઘણી વખત સોશિયલ ડીસ્ટન્સ અદ્રશ્ય થઈ જતું જોવા મળ્યું હતું.પાદરા જનસેવા કેન્દ્રમાં આજે બુધવારે 100 જેટલી અરજીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

જનસેવા કેન્દ્રમાં બહારના ગ્રામજનોમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. પાદરા સેવાસદન ખાતે સંપૂર્ણ હાજરી સાથે કામકાજ શરૂ થતાં અટકી ગયેલા સરકારી કામો કરાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ સરકારી કચેરીઓ રાબેતા મુજબ શરૂ થવા પામી હતી. 50 ટકાના બદલે 100 ટકા કર્મચારીઓની હાજરીથી સરકારી તેમજ અર્ધસરકારી કચેરીઓ ધમધમતી થવા પામી છે. લોકોની અવરજવર ધીમે ધીમે વધતી જણાઈ હતી. પાદરા તાલુકા સેવાસદન ખાતે જનસેવા કેન્દ્ર શરૂ થતાં આવકના દાખલા, જાતિ દાખલા, રેશનકાર્ડ, મેળવવા માટે સવારથી જ લાઈનો લાગી હતી. ત્રણ દિવસ દરમ્યાન વિવિધ કામો, અરજીઓ કરવામાં આવી હતી. જે પ્રમાણે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી કોરોના વેગ ના પકડે તે માટે પણ કાળજી લેવાની જરૂર છે.

ગત એપ્રિલ માસથી સમગ્ર જનસેવા કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી લોકોને વિવિધ દાખલા તેમજ જરૂરી આધાર પુરાવાની ઘણી મુશ્કેલીઓ ઉભી થવા પામી હતી. કોરોનાની અસર ધીમી થતા જનસેવા કેન્દ્ર પૂન: શરૂ થઈ જવા પામ્યું છે. જનસેવા કેન્દ્ર શરૂ થયાની જાણ થાય છે. તેમ ગ્રામજનો દોડતા નજરે પડી રહ્યા છે. જનસેવા કેન્દ્ર શરૂ થતાં તાલુકાના ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ત્યારે હવે વેળાસર નિકાલ થઈ જશે તેમ તાલુકાના ગ્રામજનોને લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...