વીજ સમસ્યા ઉકેલાઈ:સરસવણીમાં GETCOનું નવીન 66 કેવી સરસવણી સબસ્ટેશન શરૂ

પાદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરા તાલુકાનાં સરસવણી ગામે GETCO નું નવિન 66 કેવી સરસવણી  સબસ્ટેશન ચાલુ થતા તાલુકાના દક્ષિણ-પટ્ટીના 8 ગામોની વિજસમસ્યા  ઉકેલાતા આનંદની લહેર ફેલાઈ છે. - Divya Bhaskar
પાદરા તાલુકાનાં સરસવણી ગામે GETCO નું નવિન 66 કેવી સરસવણી સબસ્ટેશન ચાલુ થતા તાલુકાના દક્ષિણ-પટ્ટીના 8 ગામોની વિજસમસ્યા ઉકેલાતા આનંદની લહેર ફેલાઈ છે.
  • પાદરા તાલુકાના દક્ષિણ-પટ્ટીના 8 ગામોની વીજ સમસ્યા ઉકેલાઈ
  • 560 લાખના ખર્ચે GETCOનું નવું સબસ્ટેશન ચાલુ કરાતા રાહત

પાદરા તાલુકાનાં સરસવણી ગામે GETCOનું નવીન 66 કેવી સરસવણી સબસ્ટેશન ચાલુ થતાં તાલુકાના દક્ષિણ-પટ્ટીના 8 ગામોની વીજ સમસ્યા ઉકેલાતા આનંદની લહેર જોવા મળી હતી.

પાદરા તાલુકાનાં સરસવણી-ઠીકરીયા રોડ પર આશરે 560 લાખના ખર્ચે GETCOનું નવું 66 કેવી સરસવણી સબસ્ટેશન ચાલુ થતાં હાલમાં તેમાંથી 2 ખેતીવાડી ફિડરો (આમળા ફિડર અને સાદડ ફિડર) અને એક સરસવણી જેજીવાય ફિડર તા.1 જૂન 2022ના રોજ MGVCL ગોત્રીના અધિક્ષક ઇજનેર એન.એસ.ચાવડા , શ્રી જે.એમ.શાહ કાર્યપાલક ઇજનેર જાંબુવા, ટી.સી.વ્યાસ કાર્યપાલક ઇજનેર, ગોત્રી વર્તુળ કચેરી, પી.બી.પટેલ નાયબ ઈજનેર MGVCL પાદરા-2 તથા જૂનિયર ઇજનેરો, લાઇન સ્ટાફ, સરસવણી ગામનાં સરપંચ અલ્પેશભાઇ પટેલ, ગામનાં સભ્યો અને આગેવાનોની હાજરીમાં ચાલું કરવામાં આવેલ હતા.

પાદરા તાલુકાનાં દક્ષિણ-પટ્ટીના 8 ગામો જેવા કે સરસવણી, મેઢાદ, વિરપુર,હુસેપુર, કોઠવાડા, સાદડ, ઠીકરીયા વગેરેને છેલ્લા ઘણા મહિનાઓથી પાદરાથી આવતો કોઠવાડા ફીડર પર ખુબજ ઓછા વોલ્ટેજથી વીજપ્રવાહ આવતો હતો. લાઇન ટ્રીપિંગ પણ આવતા હતા અને લાઇન ખુબજ લાંબી હોવાથી ફોલ્ટ રિપેર કરવામાં પણ સમય લાગતો હતો. એટલે પી.બી.પટેલ નાયબ ઈજનેર MGVCL પાદરા-2 તથા સ્ટાફ એ વહીવટી મંજૂરી મેળવી કોઠવાડા ફીડરનો લોડ બીજા બે નવા ફિડરો જેવા કે આમળા એજી ફીડર અને સાદડ એજી ફીડરમાં વહેચીને સરસવણી સબસ્ટેશનમાંથી ચાલુ કરતાં બંને લાઇન ટૂંકી થઈ જશે અને ખેડૂતોને પૂરતા વોલ્ટેજ સાથે સારી ગુણવત્તા વાળો વીજ સપ્લાય દક્ષિણ-પટ્ટીના 8 ગામોને મળતો થઈ જશે.

વધુમાં પાદરાથી આવતો ગોરીયાદ જેજીવાય ફીડરની લાઇન પણ ખુબજ લાંબી હોવાથી, એટલે પી.બી.પટેલ નાયબ ઈજનેર MGVCL પાદરા-2 તથા સ્ટાફે વહીવટી મંજૂરી મેળવી અને તેમાંથી લોડ નવા સરસવણી જેજીવાય ફીડર પર નાખીને સરસવણી સબસ્ટેશનમાથી ચાલુ કરતાં જેથી જેજીવાય લાઇન ટૂંકી થઈ જશે અને એનાથી 8 ગામો જેવા કે સરસવણી, મેઢાદ, વિરપુર હુસેપુર, કોઠવડા, સાદડ, ઠીકરીયા, આમળા વગેરેને પૂરતા વોલ્ટેજ સાથે સારી ગુણવત્તા વાળો પાવર વીજ વિક્ષેપ વગર મળતો થઈ જશે. ઉપર મુજબની કામગીરી ખૂબ જ ઓછા સમયમાં સરસવણી ગામનાં ભૂતપૂર્વ સરપંચ, આગેવાનોનો સાથ-સહકાર તથા સહયોગથી પૂર્ણ કરેલ હતી.

અન્ય સમાચારો પણ છે...