ચુંદડી મનોરથ મહોત્સવ:મહીસાગર માતાને 351 મીટરની ચુંદડી ચઢાવી ગંગા સાતમ ઉજવાઈ

પાદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરાના ડબકા પાસે આવેલા મહીસાગર માતાજીના સાનિધ્યમાં ગંગા સાતમની ઉજવણી કરાઈ હતી. - Divya Bhaskar
પાદરાના ડબકા પાસે આવેલા મહીસાગર માતાજીના સાનિધ્યમાં ગંગા સાતમની ઉજવણી કરાઈ હતી.
  • ડબકામાં પરંપરાગત રીતે ચુંદડી મનોરથ મહોત્સવ યોજાયો‎
  • વિવિધ ધાર્મિક કાર્યકમો સાથે માતાજીના ચુંદડીની ભવ્ય શોભાયાત્રા ગામમાં નીકળી‎

પાદરાના ડબકા પાસે આવેલ મહીસાગર માતાજીના સાનિધ્યમાં ગંગા સાતમની ઉજવણી કરાઈ હતી. પરંપરાગત 351 મીટરની ચુંદડી મનોરથ મહોત્સવ યોજાયો હતો. જે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકમો સાથે માતાજીના ચુંદડીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ચુંદડી મનોરથ શોભાયાત્રા મહીસાગર નદી કિનારે પહોંચી હતી. જ્યાં આખે આખું ગામ પણ ઉમટી પડ્યું હતું. દરમ્યાન મહાઆરતી થતાં સૌ ગ્રામજનોએ દર્શનનો લાભ લઇ ભાવુક બન્યા હતા. પાદરા તાલુકાના ડબકા ગામે આવેલ અને લોકમાતા તરીકે ઓળખાય છે. તે મહીસાગર માતાજીની સાનિધ્યમાં દર વર્ષે વૈશાખ સુદ સાતમના પાવન પર્વે ગંગા સાતમની ઉજવણી કરવામાં આવે છે.

જે પરંપરા આજે પણ જળવાઈ રહી છે. ગંગા સાતમ નિમિત્તે સમસ્ત ડબકા દ્વારા પરંપરાગત ચુંદડી મનોરથ યોજાયો હતો. પાદરામાં ગંગા સાતમાના પર્વના ચુંદડી મનોરથ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ડબકા મહીસાગર નદી કિનારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં યજ્ઞ અને મહીસાગર માતાજીને દૂધસાકરનો અભિષેક સહિતના કાર્યકમો યોજાયા હતા. જેમાં ગામના સરપંચ મહેશ જાદવ તથા અગ્રણી પદયુંમનસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. ગંગા સાતમાના ચૂંદડી મનોરથમાં 351 મીટરની ચુંદડીની ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે અને વાજતે ગાજતે નીકળેલ શોભાયાત્રામાં જોડ્યા હતા. ચુંદડી મનોરથમાં ખાસ પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ આરતી સહિતના કાર્યકમનો લહાવો લીધો હતો. વાજતે ગાજતે અને મહીસાગર માતાજીના જય ઘોષ સાથે માતાજીને 351 મીટરની ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. જેમાં સમસ્ત ગામ સાથે યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...