તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાદરામાં કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જન થશે

પાદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરામાં ગણેશ વિસર્જન કોરોના ગાઇડલાઇન મુજબ થશે. - Divya Bhaskar
પાદરામાં ગણેશ વિસર્જન કોરોના ગાઇડલાઇન મુજબ થશે.
  • પાલિકા સત્તાધીશો દ્વારા ભેગા મળી છીપવાડ તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું
  • પાલિકાની ટીમે આગોતરું આયોજન કરવા માટેની ચર્ચા વિચારણા કરી નિરીક્ષણ કર્યું

પાદરા શહેરમાં ગણેશ વિસર્જન માટે પાદરાના છીપવાડ તળાવ ખાતે કુત્રિમ તળાવ બનાવવાના કામને મંજુરી મળતા સ્થળ પર પાદરા નગર પાલિકા પ્રવક્તા પ્રશાસન પ્રમુખ ચૈતન્યસિંહ ઝાલા ,ઉપ.પ્રમુખ દીવ્યાનીબેન પટેલ, માજી પ્રમુખ પરેશ ગાંધી, સંતોષ પટેલ, બ્રિજેશ પટેલ સહિતના આગેવાનો છીપવાડ તળાવની મુલાકાત લઈ આગોતરું આયોજન કરવા માટેની ચર્ચા વિચારણા કરી નિરીક્ષણ કર્યું હતું. પાદરા શહેરમાં આગામી ગણેશ વિસર્જનને ધ્યાને લઈને ગણેશ વિસર્જનનો પાદરા નગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરાયું છે.

જ્યાં કુત્રિમ તળાવની કામગીરી શરૂ કરવાના ભાગરૂપી આયોજન માટે પાલિકા સત્તાધીશોએ ભેગા મળી છીપવાડ તળાવનું નિરીક્ષણ કર્યું હતું. પાદરાના ગણેશ આયોજક, આગેવાનો, ભક્તોમાં રાહત અનુભવી હતી. સત્તાધીશો નિરીક્ષણ કરી આગોતરું આયોજન કર્યું હતું. વડોદરા જિલ્લામાં પાદરામાં ગણેશ ઉત્સવ ગુજરાત રાજ્યમાં લોકપ્રિય છે. જોકે કોરોનાના કારણે ગત વર્ષ ગણેશઉત્સવની ઉજવણી થવા પામી ન હતી. જ્યારે આ વર્ષે સરકારની ગાઈડલાઈન મુજબ નિયમોને આધીન ગણેશઉત્સવની ઉજવણી થવા પામશે.

છેલ્લા 10 દિવસ ઉપરાંતથી ગણેશ ઉત્સવની ઉજવણી પહેલા ક્યાં વિસર્જન કરવું તે પાદરા પાલિકા સત્તાધીશો, આયોજકો અને ગણેશભક્તોમાં સતાવતો હતો, જે ચર્ચાનો વિષય બન્યો હતો. ગણેશ આયોજકો દ્વારા અગાઉના વર્ષોમાં રામેશ્વર તળાવમાં વિસર્જન કરતા હતા પરંતુ રામેશ્વર તળાવમાં ગંદકી અને ગટરનું પાણી જતું હોવાથી પાલિકાએ ધાર્મિક લાગણીને યાને રાખી ગણેશ વિસર્જન પાદરાના છીપવાડ તળાવમાં સ્વચ્છ પાણીમાં વિસર્જન થાય તે માટે નિર્ણય કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેના ભાગરૂપે આજરોજ પાદરાના છીપવાડ તળાવે કુત્રિમ તળાવ બનાવવા માટે પાલિકાના સત્તાધીશોએ નિરીક્ષણ કર્યું હતું. જે અંતર્ગત ગણેશ મંડળોમાં ઉત્સાહ વધ્યો હતો. કુત્રિમ તળાવ બનાવવાની કામગીરી કરતા અગાઉ સત્તાધીશો દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. ગણેશ મંડળોએ માગણી પુરી કરવા બદલ આયોજકોએ આભાર માન્યો હતો. ત્યારે પાદરા શહેરના વિવિધ મંડળો દ્વારા કોરોનાની ગાઈડલાઈન સાથે ધામધૂમ પૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી કરવા આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...