પાદરા વડુ પંથકમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં જ ફ્રૂટના ભાવો આસમાને પહોંચ્યા છે. ફ્રૂટ્સના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. હોલસેલ વેપારીઓ માલ ઓછો મગાવતા હોવાથી બજારમાં ફ્રૂટ્સની આવક ઘટી ગઈ છે. ત્યારે ઉપવાસ કરતા લોકોને બજેટ સાચવવા મુશ્કેલ બન્યું છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા હોલસેલ ભાવે ફ્રૂટનું વેચાણ શ્રાવણ માસમાં થાય તે જરૂરી છે.
પાદરા વડુ પંથકમાં હોલસેલ ફ્રૂટ બજારમાં વેપારીઓ કોરોના બાદ વેપાર ધંધા ઓછા હોવાથી માલ ઓછો મગાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ શ્રાવણ માસમાં ઉપવાસ કરતા નાગરિકોના કારણે ફ્રૂટની ડિમાન્ડ વધી છે. જેના કારણે ફ્રૂટના ભાવોમાં વધારો થયો છે. શાકભાજી, તેલ, પેટ્રોલ, સહિતની વસ્તુઓના ભાવમાં વધારા બાદ હવે ફ્રૂટના ભાવમાં પણ નોંધપાત્ર 15થી 20 ટકા જેટલો વધારો થયો છે. જોકે હોલસેલ માર્કેટમાં ફ્રૂટના ભાવમાં ખાસ કોઈ વધારો થયો નહિ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જ્યારે છૂટક બજારના વેપારીઓ શ્રાવણ માસની તક જોઈને તગડો નફો કમાઈ લેવા માગે છે.
આમ ફ્રૂટના છૂટકના ભાવ હોલસેલ કરતા નોંધપાત્ર વધી ગયા છે કેળા હોલસેલ બજાર કરતા છૂટક ભાવમાં નોંધપાત્ર ખાસો વધારો જોવા મળે છે. સફરજન, ચીકુ, પપૈયા, મોસંબી જેવા ભાવોમાં પણ રાતોરાત નોંધપાત્ર ખાસો વધારો જોવા મળે છે. જેના કારણે ઉપવાસ કરતા લોકો બજેટ સાચવવા માટે મુશ્કેલ બનેલ છે.
વેપારીઓના જણાવ્યા મુજબ કોરોનાના દોઢ વર્ષમાં દરેક વેપારીઓની કમર તૂટી ગઈ છે. વેપારીઓ જો ઉધાર માલ આપે તો તેમના નાણાં ફસાઈ જાય છે. જેના કારણે વેપારીઓ માલ સીધો મંગાવી રહ્યા છે. સીધો માલ આવતો હોવાથી છૂટક વેપારીઓ તેનો લાભ લઈને ગ્રાહકો પાસેથી મનફાવે તેમ ભાવ ઉઘરાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.