તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાદરાની 100 વર્ષ જૂની પાદરા હાઇસ્કૂલમાં બી એ પી એસ ના વિશ્વ વંદનીય પૂ પ્રમુખ સ્વામી મહારાજ પૂર્વાશ્રમમાં બાલ્યકાળમાં અભ્યાસ કરતા હતા તે સ્મૃતિમાં પાદરા નગર પાલિકા જે તેનું સંચાલન કરે છે તેણે હાઇસ્કૂલનું નામ પૂ.પ્રમુખ સ્વામી હાઇસ્કૂલ કરવા ઠરાવ કર્યો હતો. તે પ્રમાણે સોમવારે પૂ.સંતો તેમજ પાલિકાના જવાબદાર હોદેદારોની હાજરીમાં નામકરણનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાદરા નગરમાં આવેલ ગાયકવાડ વખતની 100 વર્ષ પુરાણી પાદરા હાઇસ્કૂલૢમાં બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થાના વડા બ્રહ્મલીન પૂ.પ્રમુખ સ્વામી પોતાના પૂર્વાશ્રમમાં શાંતિલાલ નામે પાદરા હાઈસ્કૂલમાં સાઇકલ લઈને ભણવા આવતા હતા. ત્યાર બાદ અભ્યાસ પૂર્ણ થયે સન્યાસ લીધો અને પૂ.નારાયણ સ્વામી નામ ગુરુજી પૂ યોગીજી મહારાજે અર્પણ કર્યું અને હુલામણા નામે પ્રમુખ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા હતા.
જે સમગ્ર સંસ્થાના પ્રમુખ પદે બ્રહ્મલીન થયા. પાદરા નગર પાલિકાએ તેમનું ઋણ અદા કરવા અને તાલુકાના પનોતા પુત્રનું નામ વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી સાથે જોડાય તે માટે પાલિકામાં ઠરાવ કરીને પ્રમુખ સ્વામી નામકરણ જાહેર કર્યું. આ હાઇસ્કૂલનું સંચાલન નગર પાલિકા કરે છે જેથી સોમવારે પાલિકાના પ્રમુખ નિરાલીબેનની આગેવાનીમાં તમામ સદસ્યો, સંગઠનના પ્રમુખ કૌશિકભાઇ પટેલ, અટલાદરાથી પધારેલ સંતો પૂ ધર્મ કીર્તિ સ્વામી, શ્રીજી સ્વામી વગેરેની હાજરીમાં લોકાર્પણ અને નામકરણ અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આશ્ચર્ય તે વાતનું છે કે કર્મચારીઓના કહેવા પ્રમાણે તેઓને કોઈ સૂચના આ કાર્યક્રમની મળી નહોતી. તેઓ આ કાર્યક્રમથી અજાણ હતા અને હાજર ન હતા.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.