તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઈમ:માસારોડ ગામે OTP મેળવી 1,35,000ની છેતરપિંડી

પાદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાતાની Kyc માટે ઠગે ઓટીપી લઇ લીધો
  • સાયબર ક્રાઈમ દ્વારા વડુ પોલીસમાં ફરિયાદ

પાદરાના વડુ પોલીસ મથકની હદમાં મોબાઈલ નંબરનો વપરાશ કરતા અજાણ્યા ઇસમે આધારકાર્ડ, પાનકાર્ડ અને બેંક ખાતાની રકમની સાચી હકીકત જણાવી એસબીઆઇ બેન્કમાંથી બોલું છું અને તમારો કે.વાય.સી તાજું કરવાનું છે એવું કહી વિશ્વાસ આપી ઓટીપી નંબર મેળવી બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 90,000 તેમજ 25,000 ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ ખાતામાં ટ્રાન્સફર કરી તેમજ રૂપિયા 20,000 એટીએમ મારફતે ઉપાડી લઇ કુલ રૂપિયા 1,35,000 ઓનલાઈન ફ્રોડ કરેલ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં ઓનલાઇન અરજી કરતા વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે 419, 420 મુજબ મોબાઈલ વપરાશ કરતાં સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાદરા માસરરોડ કણઝટ ગામે રહેતા છેલ્લા 25 વર્ષથી અંકલેશ્વર ખાતે જે.પી એકસુજન ટેક પ્રા.લી.માં નોકરી કરતા ઇસમ પર ગત તારીખ 11 માર્ચના રોજ મોબાઈલ નંબર ઉપરથી હિન્દી ભાષી અજાણ્યા ઇસમનો ફોન આવેલો અને કહેલું કે તમારા બેંક ખાતાની કેવાયસી મુદત પૂર્ણ થઇ ગયેલી છે. તમારે કેવાયસી તાજું કરવાનું છે એસબીઆઇ બેન્કમાંથી બોલું છું. તેઓ વિશ્વાસ બેસાડી પાનકાર્ડ આધારકાર્ડ ખાતા નંબર મેળવી પાકો વિશ્વાસ આપી તમારા નંબર પર જે ઓટીપી નંબર આપને મોકલું છું. જે ખાલી કન્ફર્મ કરશો તો કેવાયસી ક્લિયર થઈ જશે. જેથી ભરોસો અને વિશ્વાસ આપી મોબાઇલ ફોનમાં આવેલા ઓટીપી જણાવતા બેંક ખાતામાંથી રૂપિયા 90,000 ઉપડી ગયા અને ખાતામાંથી રૂપિયા ઉપાડી ગયેલા હોવાની હકીકત જણાવતા ભૂલથી ઉપડી ગયો હોવાનું જણાવ્યું હતું. અને ફરીથી ઓટીપી મોકલો તેમ કહી ફરી નંબર લખાવતા ખાતામાંથી ફરી રૂપિયા 25,000 ઉપડી ગયા. ફરી થોડીવારમાં રૂપિયા 20,000 ઉપડી ગયા. એમ ત્રણ વખત મળીને 1,35,000 ઉપાડી લીધા હતા.

તેમ છતાં અજાણ્યા ઇસમ દ્વારા રમેશભાઇ પરમાર પાસે મોબાઇલ પર આવેલા ઓટીપીની માંગણી કરતા હતા. જેથી રમેશભાઈને શક જતા મારી સાથે ઓનલાઇન છેતરપિંડી થયેલી હોવાનું જણાતા ઓટીપી નબર આપેલ ન હતો. તેમ છતાં બેંક ખાતામાંથી રૂપિયા 76,000 ઉપડી ગયા હતા. જે મળી કુલ રૂપિયા 2,11,000 ઉપડી ગયા હતા. તેમજ અવાર નવાર ફોન કરી મોબાઈલમાં આવેલા ઓટીપીની માગણી કરતા ઓટીપી નહીં આપો તો તમારા ખાતામાં તમામ રૂપિયા ઉપાડી ઉઠાવી લઈશ એવી ધમકી આપતા હતા. ઓટીપી આપેલ નહીં અને તારીખ 12 માર્ચ-2021ના રોજ ખાતુ બંધ કરાવવા માસારોડ એસબીઆઇ બેન્કમાં અરજી આપવા જતા ખાતું ચેક કરતા છેલ્લા કપાયેલા રૂપિયા 76,000/- ખાતામાં એફ.ડી થયેલા હતા. જેથી એફ.ડી થયેલા રૂપિયા 76,000/- તોડાવી ખાતામાં જમા કરાવેલ હતા. જેથી ખાતામાંથી કપાયેલ 2,11000 પૈકી 76000 એકાઉન્ટમાં જમા થતાં ત્રણ વખત મળી રૂપિયા 1,35,000/-નો ચૂનો રમેશભાઈ પરમારને અજાણ્યા ઈસમે ચોપડ્યો હતો.

આ બાબતે તપાસ થવા રમેશભાઈ પરમારે સાયબર ક્રાઇમમાં ઓનલાઈન અરજી કરેલી હતી, જેથી તે વડુ પોલીસને તપાસ અર્થે મળેલી છે. ઉપરોક્ત ફરિયાદ વડુ પોલીસ મથકે રમેશભાઈ પરમાર દ્વારા અપાતા વડુ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...