તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પાદરાથી રૂા.98,000ના વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા

પાદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દારૂ, 2 બાઇક અને મોબાઇલ મળી રૂા. 1.76 લાખનો મુદ્દામાલ જપ્ત
 • ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપ્યો

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમી દ્વારા પાદરાથી કુલ મુદામાલ રૂ.1,76,670 સાથે વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં ચાર આરોપી ની અટક કરી કોરોના રીપોર્ટ ની તજવીજ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આગામી હોળી - ધુળેટી ના તહેવાર મા દારૂ ની રેલમછેલ રોકવા અંતર્ગત ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ ને બાતમી મળી હતી કે પાદરા ના વાત્સલ્ય હોસ્પિટલની સામે દારૂ ની જથ્થો રાખી વેચાણ કરવામાં આવે છે , જે અંગે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે તા.24 મી ને બુધવાર ના રોજ સાંજ ના સમયે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા તપાસ પતરા ના ડબ્બા માથી વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો.

આરોપીઓને પાદરા પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ તપાસ મા બીજા અન્ય મકાન મા વિદેશી દારૂ રાખ્યો હોવાની માહિતી મળી હતી જે અંતર્ગત બીજા મકાન મા તપાસ કરતા અલગ અલગ જગ્યાએ મુકેલી દારૂ ને પેટીઓ મળી આવી હતી જેમાં પરપ્રાંતીય કાચની નાની – મોટી બોટલો તથા બીયર ના ટીન તેમજ પાઉચ મળી કુલ 318 નંગ જેની કિંમત રૂ.98,770, અંગ જડતી રૂ.9600, બે મોટરસાયકલ જેની કિંમત રૂ.60,000 અને ચાર નંગ મોબાઈલ જેની કિંમત રૂ.11,000 મળી કુલ મુદ્દામાલ રૂ.1,76,670 સહીત ચાર આરોપી પૈકી ભરત મોતીભાઈ પરમાર, અક્ષય મગનભાઈ બારીયા , વિરલ ત્રિભોવનદાસ બારીયા અને ગણપત મગનભાઈ વાઘેલા તમામ રહેવાસી પાદરા ની અટક કરી કોરોનાની ગાઈડલાઈન મુજબ ચારેય ના કોરોના રીપોર્ટ બાદ ધરપકડ કરી આગળ ની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જયારે આ દારૂ નો જથ્થો આપનાર પરેશ ઉર્ફે ચકો તેમજ કાર ચાલક મળી બે આરોપી ફરાર જાહેર કરી કાયેદસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી . આ રેઇડ ની તપાસ વડુ પોલીસ ને સોપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો