તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચાર વેપારીને ત્યાંથી ઝડપાયેલા 17 ડબામાં રહેલો ગોળ સડેલો નીકળ્યો

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાદરામાંથી 5 જુલાઈએ તપાસમાં અખાદ્ય ગોળના ડબ્બા ઝડપી પડાયા હતા
  • મોભા સ્ટેશન બજારના 4 વેપારીઓ સામે પ્રોહી.નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ

પાદરાના મોભા સ્ટેશન બજારમાં ચાર વેપારીઓ સામે દુકાનમાં સડેલ અખાદ્ય ગોળ ભરેલ પતરાના ડબ્બા નંગ 17ના કિંમત રૂા. 4250ના મુદ્દામાલ વડુ પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે અન્ય દુકાનમાં અખાદ્ય ગોળનો ધંધો કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પાદરાના મોભા સ્ટેશન રોડ બજારમાં અશોક રતિલાલ ઠક્કર દયાલ ટ્રેડર્સ વાળા, પ્રવીણ રતિલાલ ઠક્કર, કમલેશ વસંતલાલ શાહ, કિશન ધનજીભાઈ મહેશ્વરી, નામની દુકાનો આવેલ છે. સડેલ અખાદ્ય ગોળ રાખી વેચાણ કરે છે. તેવી ચોક્કસ બાતમીના આધારે ગત તારીખ 5 જુલાઈના રોજ વડુ પોલીસ પેટ્રોલિંગમાં હતી.

તે દરમ્યાન બાતમીના આધારે રેડ કરતા દુકાનોમાં તપાસ કરતા 17 ડબ્બા અખાદ્ય ગોળના મળી આવેલ હતા. જે ડબ્બાઓ સિલ કરવામાં આવ્યા હતા. જે ડબ્બામાનો ગોળ પીળાશ પડતો, ઢીલો ચરુ ચીકર વારા, ઘરાવનો ગોળ જેવો સામાન્ય વાશવાળો કાળી રસી વાળો ગોળ હતો. જે પ્રાથમિક દૃષ્ટિએ સડેલા ગોળની વ્યાખ્યામાં આવતા તેવો અભિપ્રાય આવેલ હતો. જેમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. જે નમૂના એફ.એસ.એલ. તરીકે રાખી ગોળના વધુ પૃથકરણ અર્થે વડુ પોલીસે સિલ કરી તપાસ અર્થે મોકલી આપેલ હતા.

જેની તપાસની થતા જે તપાસની સારી આવતા જેમાં સડેલા ગોળ હોવાનું બહાર આવેલું હતું. જે સડેલ સર્ટી આવતા આજરોજ વડુ પોલીસે ડબ્બા નંગ 17 કિંમત રૂા. 4250ના મુદ્દામાલ કબજે કરી ચાર વેપારી સામે પ્રોહીબિશન કલમ (70) એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરતા અખાદ્ય ગોળનો ધંધો કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.ઉલ્લેખનીય છે કે અગાઉ વડુ પોલીસે મોભા સ્ટેશન, વડુ, મોભાગામ સહિતના ગામોમાં પણ રેડ પાડી અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આજે અખાદ્ય ગોળનો સર્ટી આવતા ચાર વેપારીઓ સામે પ્રોહી ધારા કલમ મુજબ કાર્યવાહી કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...