તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:પાદરામાં પોઝિટિવ કેસના પગલે કલેક્ટરે મુલાકાત લીધી : તમામ અધિકારીઓની સાથે બેઠક યોજી

પાદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાદરામાં ઓધવભુલાની ખડકી વિસ્તારમાં એક યુવાનને કોરોના પોઝિટિવ આવતા વહીવટી તંત્રમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. આજે જિલ્લાનું વહીવટીતંત્ર પાદરા ખાતે દોડી આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલ, જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈ સહિત SDM ઠુમર અને આરોગ્ય વિભાગના અધિકારીઓની પાદરાના વહીવટીતંત્ર સાથે પાદરા મામલતદારમાં કલેક્ટરની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ હતી. યોજાયેલી મીટીંગમાં પાદરા મામલતદાર અને TDO નગર પાલિકા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી અને આરોગ્ય લક્ષી સેવાઓની માહિતી મેળવી હતી. ત્યાર બાદ ઓધવભુલાની ખડકી વિસ્તારની મુલાકાત જિલ્લા કલેક્ટરે લઈ સ્થાનિકો સાથે વાત ચિત કરી હતી. ત્યારબાદ ગવર્મેન્ટ નર્સીગ ઇન્સ્ટિયુટ જેને કોવિડ-19 કેર સેન્ટર બનાવ્યું છે, તેની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વડોદરા જિલ્લા પોલીસ વડા અને વહીવટીતંત્ર દ્વારા પાદરા નગરમાં ફ્લેગ માર્ચે યોજી હતી.

કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી
દરેક વિભાગની કોરોના સામેની તૈયારીની માહીતી મેળવી હતી અને પોલીસ સ્ટેશન, કોવિદ કર સેન્ટર જે પાદરા સામૂહિક કેન્દ્રમાં બનાવેલ છે તેની માહિતી મેળવી હતી. - શાલીની અગ્રવાલ, કલેક્ટર, વડોદરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો