તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:રામનગર સોસાયટીમાં ખુલ્લામાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાદરાના રામનગરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો પત્તાપાના પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમીના આધારે પાદરાના પી.એસ.આઈ. પી.ટી.જયસ્વાલ, પુનિતભાઈ, મુકેશભાઈ, સહિતના સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પહોંચી પોલીસે દૂરથી જોતા કેટલાક ઈસમો સ્ટ્રીટલાઈટના અજવાળે કુંડાળું વાળીને હારજીતનો જુગાર રમતા જણાતાં પોલીસે કોર્ડન કરી પકડવા જતા નાસભાગ થવા લાગેલી જેમાં પાંચ ઈસમો પકડાઈ જવા પામ્યા હતા. અને એક ઈસમ નાસી જતા પીછો કરતા અંધારું હોવાથી તેનો લાભ લઇ નાસી જવા પામ્યો હતો.

પાદરા પોલીસે રેડ દરમ્યાન અંગજડતીના કુલ રૂા.9950, દાવ ઉપરના કુલ રૂા.1550 મળી કુલ રોકડા રૂા.11,500, મોબાઈલ નંગ 2 રૂા.6,500 મળી કુલ રૂા.18,000ના મુદ્દામાલ સાથે 6 ઈસમો સામે જુગારધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરતા જુગરિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પોલીસે રેડ દરમ્યાન 6 સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જયેશ મફત પટેલ, પારસી બંગલાની પાછળ, પાદરા., સંજય જશવંતસિંહ ઝાલા,રામનગર સોસાયટી, સોખડા ખુર્દ, મહેશ શંકર વસાવા, રામનગર કેનાલ પાસે, પંકજ મહેશ પરમાર, રામ નગર, પિન્ટુ નારણ માળી, રામનગર, પાદરા, અજય મહેશ ઠાકોર, બજરંગ નગર પાદરાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...