હુમલો:મુવાલમાં ચૂંટણી પ્રચાર મુદ્દે હોબાળો થતાં મારામારી

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયાં

પાદરા તાલુકાની રવિવારે યોજાયેલી ચૂંટણી વહેલી સવારથી મતદાન મથક પાસે બંને સરપંચ દ્વારા અને ટેકેદારો અને સમર્થકો વચ્ચે બેથી ત્રણ વખત મતદાનના પ્રચાર કરવા બાબતે શાબ્દિક ટપાટપી સાથે ભારે હોબાળો થવા પામ્યો હતો. બપોરે મતદાન મથકની બહાર પ્રચાર કરવાનું કહેતા તેમજ મહિલા ઉમેદવાર મતદાન મથકના ગ્રાઉન્ડમાં જતા ટેકેદારો વિરોધ કરી મહિલા ઉમેદવારને ગાળા ગાળી તેમજ શાબ્દિક ટપાટપી થવા પામી હતી.

ભારે હોબાળો મચતા આક્ષેપો સાથે છૂટાહાથની મારામારી ઝપાઝપી જવા પામી હતી. જેમાં દેવેશ રમેશભાઈ પટેલને નાક અને કાંધાના ભાગે તેમજ મુકેશભાઈ પરષોત્તમભાઈ પરમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જોકે પોલીસે બંને સરપંચ પદના 2 ઉમેદવારોના ટેકેદારો સમર્થકો-ટેકેદારો 5-5ની અટકાયત કરી હતી. બાદમાં તમામને છોડી મુકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...