તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:પાદરા તાલુકામાં શાકભાજી ઉગાડતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહીં મળતાં ચિંતિત બન્યાં

પાદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ વર્ષે શકભાજીના ભાવ નીચા રહેતા તાલુકાના ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો
 • તાલુકામાં તુવેર, ગવાર, રીંગણ જેવા વગેરે શાકભાજીની ખેતી ખેડૂતો કરી રહ્યાં છે

પાદરા તાલુકા પંથકના વિસ્તારોમાં શાકભાજીના પોષણક્ષમ ભાવો નહીં આવતા પાદરા તાલુકામાં ખેતી કરતા ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં નુકશાન ભોગવવાનો સમય આવ્યો છે. ગત વર્ષ એક સમયે શાકભાજીના ભાવ ઉંચકાયા હતા. જ્યારે આ વર્ષે શકભાજીના ભાવ ગત વર્ષની સરખામણીમાં નીચા રહેવા પામ્યા છે. જેથી ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હોવાનું ખેડૂત જગતમાંથી જાણવા મળે છે. પાદરા તાલુકામાં તુવેર, ગવાર, રીંગણ જેવા વગેરે શાકભાજીની ખેતી મોટાપાયે કરવામાં આવે છે. અને ઉનાળાની ઋતુમાં શાકભાજીના ભાવ ઉંચકાતા હોય શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને પણ પોસાતું હતું.

ગત વર્ષે શાકભાજીમાં ભાવો વધુ હતા. જ્યારે આ વર્ષે ભાવમાં કોઈ ઉછાળો આવ્યો નથી. હાલમાં ગત વર્ષની સરખામણીમાં તમામ શાકભાજીના ભાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. જેને લઈને ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. પાદરા તાલુકામાં આ વર્ષે જમીનોમાં વિવિધ શાકભાજીની ખેતી કરવામાં આવી છે. ખેડૂતો ખાતર, બિયારણ, પાણી, અને જંતુનાશક દવા નાખવા પાછળ મોટો ખર્ચ કરી શાકભાજીની ખેતી કરે છે.

પરંતુ શાકભાજીના ભાવમાં પોસાય એટલા ભાવો ન મળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પાદરામાં મોભા, મુવાલ, માસારોડ, વડુ, ચોકારી, ડબકા, સાધી, પટોદ , જાસપુર સહીત વિવિધ ગામોના વિસ્તારોમાં શાકભાજીનું વાવેતર થાય છે. જેમાં મોટાભાગે શાકભાજીના ભાવ જોઈએ એવા મળતા ન હોય ત્યારે એવા સમયે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો સમય ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો