પાદરા - વડુ પંથકમાં પવન સાથે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે કમોસમી વરસાદ વર્ષો છે.
જેને લઇને ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. પાદરાના દરાપુરા, પાટોદ, સોખડા, ઝવેરીપુરા સહિતના વિસ્તારોના ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતાતુર કરી દીધા છે. હાલ ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને તેવામાં કપાસ, દિવેલા, રાયડા સહિતના પાકો પર એકાએક પવન સાથે કમોસમી વરસાદ વરસવાના કારણે આપણે નુકસાન થવાની રહી છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર ઉનાળાની ઋતુની શરૂઆત છે. તેવામાં સ્વભાવિક રીતના જ્યારે કમોસમી વરસાદ પડશે તો પાકને નુકસાન થાય છે. અને તે સમયસર પાક તૈયાર ન થવાના કારણે ખેડૂતને તેનું વળતર નહીં મળતા ખેડૂતે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. દરાપુરા સહિત અન્ય વિસ્તારોમાં મળીને હજારો વીઘાની ખેતીમાં ખેડૂતોને નુકસાન થવાની સભાવના સેવાઈ રહી છે. યોગ્ય પાક તૈયાર ન થતા ખેડૂતોએ કપાસ જેવા પાકને પોતાના ઢોરને ખવડાવવાનો વારો પણ આવતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.