તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:પાદરામાં પ્રશિક્ષણ વર્ગના કાર્યક્રમમાં ડીજે સંચાલકો દ્વારા ભારે હોબાળો

પાદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપના પ્રશિક્ષણ વર્ગના કાર્યક્રમમાં ડી.જે સંચાલકોએ હોબાળો કર્યો હતો. - Divya Bhaskar
ભાજપના પ્રશિક્ષણ વર્ગના કાર્યક્રમમાં ડી.જે સંચાલકોએ હોબાળો કર્યો હતો.
  • સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ એસો. દ્વારા ડીજેની પરમિશનની માગ કરાઈ
  • ભાજપાના કાર્યક્રમ અને રેલીઓમાં ગાઈડલાઈનનો કોઈ નિયમ લાગુ પડતો નથી અને ધાર્મિક કાર્યક્રમમાં જ કેમ? તેવા આક્ષેપો

પાદરામાં ભાજપા દ્વારા યોજાયેલ બુથ લેવલ કાર્યક્રમ સુધીના કાર્યકર્તાના યોજાયેલા કાર્યક્રમમાં સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ એસોસિએશન દ્વારા કાર્યક્રમમાં પહોંચી ડીજેની પરમિશન માટે પરવાનગીની માંગણી કરી ભારે હોબાળો મચાવ્યો હતો.પાદરામાં શનિવારે પ્રમુખસ્વામી ટાઉનહોલ ખાતે સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનના બુથ લેવલ સુધીના કાર્યકર્તાનો પ્રશિક્ષણ વર્ગ પાદરા શહેર તાલુકાનો સયુંકત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પાદરા શહેર તાલુકાના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ એસોસિએશન દ્વારા કાર્યક્રમમાં પહોંચી ડીજેની પરવાનગી આપવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.

ભાજપાના કાર્યક્રમ અને રેલીઓમાં ગાઈડલાઈનનો કોઈ નિયમ લાગુ પડતા નથી અને ધાર્મિક કાર્યક્રમમાં જ કેમ? તેવા આક્ષેપો કર્યા હતા.સાઉન્ડ એન્ડ લાઇટિંગ એસોસિએશન પાદરા દ્વારા 7 દિવસ અગાઉ સાઉન્ડ લાઇટિંગ તથા તેને લાગતા વેપારને આવનારા ધાર્મિક પ્રસંગોમાં વ્યાપાર પુનઃ શરૂ કરવા બાબત તેમજ આવનારા લગ્ન પ્રસંગોમાં સાઉન્ડ સિસ્ટમની પરવાનગી આપવા લેખિત રજૂઆત મામલતદાર તેમજ પાદરા પોલીસ આવેદન પત્ર આપ્યું હતું.અમને છૂટ નહિં આપો તો અમે ગાંધી ચિંધ્યા માર્ગો જઈશું :નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે તેમને હિંદુ ધર્મની લાગણી છે.

જો લાગણી જ હોય તો અત્યારે ઘણા પરિવારો મુશ્કેલીમાં છે અને તેઓ બેરોજગાર બની ગયા છે. અને આ ધાર્મિક તહેવારોમાં અમને પરમીશન આપવામાં આવે. જેથી અમારો ધંધો રોજગાર ચાલુ રહે. આજે ભાજપનો કાર્યક્રમ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને ભોજન સાથેનો કાર્યક્રમ રાખેલ છે. એ લોકો જે રીતેનો કાર્યક્રમ યોજે છે. તે રીતે અમને પણ છૂટ આપે નહિ તો અમે ગાંધીચિંધ્યા માર્ગે જઇશું. - જય, અગ્રણી, સાઉન્ડ સીસ્ટમ એસોસીએશન

અન્ય સમાચારો પણ છે...