વિવાદ:સંવિધાન ગૌરવ યાત્રાની પત્રિકામાં મહિલા મોરચાના પ્રમુખની બાદબાકી

પાદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાદરામાં 26મીએ આયોજિત કાર્યક્રમની પત્રિકામાં પાદરાના 30 હોદ્દેદારોના નામ લખાયા છે

પાદરામાં સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન ભા.જ.પા વડોદરા જિલ્લા અનુસૂચિત જાતી મોરચા દ્વારા તા. 26 નવેમ્બરના રોજ ગાયત્રી મંદિરથી પ્રમુખ સ્વામી ટાઉન હોલ સુધીનું કરવામાં આવેલ છે. જેમાં વડોદરા જિલ્લા પાદરા શહેરના તમામ હોદ્દેદારો સત્તાધીશો સહિતના 30 જેટલા હોદ્દેદારોના ભાજપાના આગેવાનોના આમંત્રણ પત્રિકામાં નામ લખવામાં આવેલ છે. જ્યારે વડોદરા જિલ્લા ભાજપામાં મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન ભાવસારની બાદબાકી થતા જેઓનું નામ નહિ લખવામાં આવતા અનેક તર્ક-વિતર્ક થવા પામી છે.

અગાઉ મનીષાબેન ભાવસાર પાદરા નગર પાલિકામાં ત્રણ વખત ચૂંટાઈને આવેલા છે. જેમાં બે વખત છેલ્લી ઘડીએ પ્રમુખનું પત્તુ કપાયું હતું. 2020 ડિસેમ્બરની પાલિકાની ચૂંટણીમાં ત્રણ ટર્મમાં ચૂંટાયેલા હોવાથી ટીકીટ આપી ન હતી. પરંતુ તેમની જગ્યાએ તેમના પરિવારના જેઠાણીને ટીકીટ આપવાનું નક્કી કરેલ હતું. તે વખતે પણ ટીકીટ ન આપી તેમની ઉપેક્ષા કરાઈ હતી.

જ્યારે પાદરામાં સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન ભાજપા વડોદરા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કરવામાં આવેલ છે. જેમાં મહાનુભવો સહિત પાદરાના હોદ્દેદારો સહિત 30 જેટલા નામો આમંત્રણ પત્રિકામાં છપાવવામાં આવેલ છે. જેમાં મનીષાબેન ભાવસારના નામની બાદબાકીના પગલે ભાજપા સહિત નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...