તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પાદરા પાલિકાની 28 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયાની તાલીમ, વર્ગ-3ના 150 જેટલાં કર્મીઓને તાલીમ અપાઇ

પાદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
તાલીમમાં પ્રા.શાળાના શિક્ષકો, નગરપાલિકા અને મામલતદાર કચેરીનો સ્ટાફ હાજર રહ્યો - Divya Bhaskar
તાલીમમાં પ્રા.શાળાના શિક્ષકો, નગરપાલિકા અને મામલતદાર કચેરીનો સ્ટાફ હાજર રહ્યો
 • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 28મી ફેબ્રુ.એ યોજાશે

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. જેમાં પાદરા નગરપાલિકાના 7 વોર્ડમાં 28 બેઠકો માટે 38 બુથો પર ચૂંટણી યોજાશે. પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલમાં બુધવારના રોજ તાલીમ યોજાઈ હતી. જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી આર.એસ.ઠુમ્મર તથા મદદનીશ ચૂંટણી અધિકારી અજમાયશી નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરૂ હાજર રહ્યા હતા.

આ તાલીમ વર્ગમાં ચૂંટણીના માસ્ટર ટ્રેનર નિવૃત તલાટી અશોક પટેલ તથા ITI ના નીરવ પારેખ સહિત અર્પણભાઈ તેમજ વિજય તડવી દ્વારા તાલુકાની વિભિન્ન કચેરીઓમાંથી આવેલ પ્રિસાઈડિંગ ઓફિસર તથા આસિ પ્રિસાઈડિંગ ઓફિસર (પોલિંગ અધિકારી-1) અને પોલિંગ અધિકારીને ચૂંટણી સંદર્ભે તેમજ ચૂંટણી કામગીરીમાં EVMની સમજણ તથા ચૂંટણી સમયની કામગીરી અંગેની વિસ્તૃત સમજ આ તલીમ વર્ગમાં આપવામાં આવી હતી. આ તાલીમમાં પ્રાથમિક શાળાના શિક્ષકો તથા નગરપાલિકા અને મામલતદાર કચેરીનો સ્ટાફ હાજર રહ્યો હતો. EVM મશીન કામગીરી કેવી રીતે કરવી તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો