ચૂંટણી:પાદરા તાલુકાની 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાના એંધાણ

પાદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બર 2021માં મુદત પૂરી થતાં ચૂંટણી માટે રાજકીય મોરચે આવેલી ગરમી

પાદરાના 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી ડિસેમ્બર 2021માં યોજાવાની છે. આ ચૂંટણીઓ રાજકીય પક્ષો માટે લિટમસ ટેસ્ટ સાબિત થાય તેવું રાજકીય વર્તુળોમાંથી જાણવા મળે છે. 2022માં ગુજ.વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે તે અગાઉ ડિસેમ્બર 2021માં પાદરા તાલુકાની 27 ગ્રામપંચાયતોની મુદત પૂરી થતી હોવાથી તેની સામાન્ય ચૂંટણીઓ ડિસેમ્બર 2021ના અંતિમ સપ્તાહમાં થનારી હોવાના ચક્રો ગતિમાન થતાં 27 પંચાયતોના તાલુકાના ગામોમાં રાજકીય મોરચે ગરમી આવી છે. મોડીરાત સુધી ખાટલા પરિષદ સહિતની મીટિંગો યોજાવાની શરૂઆત થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ચહલ પહલ શરૂ થઇ છે.

જ્યારે કેટલાક ગામોમાં નૂતનવર્ષના પ્રથમ દિવસે પણ ‘ચા પે ચા’ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના 12 મહિના બાકી રહ્યા છે. આમ એક વર્ષ અગાઉ ગ્રામ પંચાયતોની પાદરાના 27 ગામોની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે તેના પરિણામો પાદરામાં ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો માટે ટેસ્ટ સમાન સાબિત થાય તેવું જાણવા મળે છે. ચૂંટણીઓ EVMના બદલે બેલેટ પેપરના આધારે લડાશે ત્યારે ચૂંટણી પંચે પણ ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. રાજ્ય ચૂંટણી પંચ ચૂંટણી કાર્યક્રમની સોમવારે જાહેરાત કરે તેવી શક્યતાઓને લઈને પાદરામાં રાજકીય ગરમી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...