ઉજવણી:સાધી ગામે જલ ઝુલની એકાદશી સાદાઈથી ઉજવાઈ

પાદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાલજી ભગવાનને નૌકા વિહાર કરાવામા આવ્યું

તાલુકાના સાધી ગામે વર્ષોથી જળ જુલી એકાદશી હર્ષોલ્લાસ અને ભકિત ભાવથી ઊજવણી કરવામાં આવે છે. પરતુ કોરોના મહામારીના કારણે આ વર્ષે સાધી ગામે સાદગીથી ઊજવણી કરવામાં આવી હતી. સાધી ગામ છેલ્લા 125 વર્ષોથી જળ જુલી એકાદશીની ઊજવણી ભક્તિ ભાવ કરવામાં આવે છે.

આ વર્ષે પણ સાધીના ત્રિકમજી મદિરમાં ઉજવણી કરાઈ હતી. પરંતુ કોરોના મહામારીના કારણે સાદગી અને તમામ નિયમોનુ પાલન અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સાથે મંદિરેથી લાલજી ભગવાનને જળાશયમાં નૌકા વિહાર કરાવવા માટે ગામના આગેવાનો આવ્યા હતા અને મહાઆરતી કરીને ભગવાનને નૌકા વિહાર કરવામા આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...