ખરીદી:પાદરા-વડુ પંથકમાં દિવાળી પર્વનો ઉત્સાહ, ફટાકડા બજારમાં ફૂલ તેજી

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે ફટાકડાના ભાવોમાં 20% જેટલો ભાવ વધારો હોવા છતાં ખરીદી કરાઈ રહી છે

પાદરા -વડુ પંથકમાં પ્રકાશ પર્વ દિવાળીના તહેવારનો આજથી પ્રારંભ થવા પામ્યો હતો. ત્યારે દિવાળીના ઉત્સાહમાં વધારો કરતી આતશબાજી આગવું સ્થાન ધરાવે છે. પાદરામાં ફટાકડાના બજારો શરૂ થઈ ગયા છે. પાદરા-જંબુસર રોડ પર શાકમાર્કેટ ચાર રસ્તા પટેલ અગરબત્તી સામે ફટાકડા બજારનું હબ બની ગયું છે. અહીંયા પાદરા શહેર તાલુકાના ગામમાંથી પણ ફટાકડા ખરીદ કરવા માટે લોકો આવે છે. પાદરા વડુ પંથકમાં દિવાળીના તહેવારનો પ્રારંભ થતા લોકોમાં ઉત્સાહ બેવડાયો હતો.

આ વર્ષ ફટાકડાના ભાવોમાં 20 ટકા જેટલો ભાવ વધારો હોવા છતાં મોડી રાત સુધી લોકોેએ ફટાકડાની ધૂમ ખરીદી કરી છે. ફટાકડાની ધૂમ ખરીદી થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફટાકડા બજારમાં વેપારીઓ દ્વારા મળતી વિગત મુજબ ગત વર્ષ કોરોનાની અસરના કારણે ફટાકડાના વેપારીઓને ઘણો આર્થિક ફટકો પડયો હતો. પરંતુ આ વખતે ફટાકડા બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે 20 ટકા જેટલો ભાવ વધારો હોવા છતાં ફટાકડાનું ધૂમ વેચાણ થશે અને વેપારીઓને ગયેલી ખોટ સરભર થઈ જશે તેવો વિશ્વાસ છે.

અન્ય સમાચારો પણ છે...