તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જરૂરતમંદોને સહાય:પાદરામાં જિલ્લા કિસાન મોરચા પ્રમુખ જીતેન્દ્રસિંહના જન્મ દિને ફ્રૂટ-માસ્કનું વિતરણ

પાદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકરો સાથે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી
  • સ્લમ અને ગરીબ વિસ્તારમાં જરૂરતમંદોને સહાય

ભાજપ કિસાન મોરચા દ્વારા વડોદરા જિલ્લા કિસાન મોરચા પ્રમુખ જીતેન્દ્રસિંહ વાઘેલા(બકાભાઈ )ના જન્મ દિનની ઉજવણી દવાખાનાના દર્દીઓ અને ગરીબોને ફ્રૂટ વિતરણ કરીને જન્મદિન મનાવ્યો હતો. જ્યારે ભાજપા કાર્યકરો સાથે રહી વેકસીનેશન સેન્ટરની મુલાકાત લઈ સ્લમ- ગરીબ વિસ્તારમાં ફ્રૂટ-માસ્ક વિતરણ કર્યું હતું.

હાલ કોરોના મહામારીમાં ગરીબ પરિવારો સાથે સરકારી દવાખાનાના દર્દીઓ સાથે જન્મદિનની ઉજવણી ભાજપ કિસાન મોરચા દ્વારા વડોદરા પાદરાના ભાજપાના જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ જીતેન્દ્ર શિહ વાઘેલા (બકાભાઈ)ના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારી દવાખાનાના દર્દીઓને ફ્રૂટ્સ વિતરણ કરવામાં આવ્યુ હતું. જે કાર્યક્રમમાં પાદરા શહેર ભાજપ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભાજપ શહેર મહામંત્રી શૈલેષ સ્વામી ભાજપના કીસાન મોરચાના જિલ્લા પ્રમુખ જીતેન્દ્રસિંહ વાઘેલા સહિત સંગઠનના કાર્યકરો હાજર રહ્યા હતા.

જ્યારે જેમાં ભાજપ શહેર મહામંત્રી શૈલેષ સ્વામીએ જણાવ્યું કે પાદરા તાલુકાના પાદરા અર્બન અને ગ્રામ્યના રસીકરણ કેન્દ્રો પર કોરોના વેક્સિન મુકાવવા માટે લોકોમાં જાગૃતતા લાવવા અને રસી લેવા અપીલ કરી હતી. જ્યારે પાદરા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી હતી, ત્યારે લોકોને રસી મુકાવવા માટે અપીલ કરવામાં આવી હતી. જ્યારે સ્લમ વિસ્તારોમા ફ્રુટ અને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પાદરા ભાજપાના ઉપપ્રમુખ વિજયસિંહ ગોહિલ, ઉપપ્રમુખ અપૂર્વ પટેલ, મંત્રી નિકુંજ ઠક્કર, કિશન જોશી, લલિત રબારી, જીજ્ઞેશ પટેલ, રોહિત શર્મા, અર્પિત ગાંધી વગેરે ભાજપાના કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...