તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:પાદરામાં દિવ્યાંગોને અનાજની કિટ અને માસ્કનું વિતરણ

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાદરામાં દિવ્યાંગોને અનાજની કિટનું વિતરણ કરાયું હતું. - Divya Bhaskar
પાદરામાં દિવ્યાંગોને અનાજની કિટનું વિતરણ કરાયું હતું.
  • દિવ્યાંગોને તેમજ ગરીબ-સ્લમ વિસ્તારોના પરિવારોને રસી મુકાવવા અનુરોધ કરાયો
  • ઘઉં, ચોખા, તુવેરની દાળ, તેલ, ખાંડ સહિત આ સામગ્રી 3 મહિના ચાલે તેટલો સામાન આપ્યો હતો

પાદરામાં ભાજપા અગ્રણી બી.ટી.પટેલ તથા અપંગના ઓજાસ સંસ્થા ગુજરાતના સંયુક્ત ઉપક્રમે પાદરા તાલુકાના જરૂરિયાતમંદ દિવ્યાંગોને અનાજની કિટો અને માસ્કનું વિતરણ કરાયું હતું.

દિવસે દિવસે ફેશનના જમાનામાં સાથે નવા ટ્રેન્ડમાં પોતાના જન્મદિન તેમજ મરણની તિથિઓની સાથે ચડિયાતી ઉજવણીઓ કરતા હોય છે. પરંતુ હાલ કોરોના મહામારીમાં ગરીબ દિવ્યાંગ પરિવારો સાથે પાદરાના ભાજપાના અગ્રણી બી. ટી.પટેલ અને પરિવાર દ્વારા અપંગના ઓજસ ગુજરાતના પ્રમુખ શૈલેષ સ્વામીએ અનોખી રીતે ગરીબ દિવ્યાંગો સાથે સેવાભાવથી ઉજવણી કરવામાં આવી હતી. આ અનાજની કિટ વિતરણ કાર્યક્રમમાં શૈલેષ સ્વામીએ જણાવ્યું કે ફ્રુટસ વિતરણ કરવામાં આવ્યું હતું. સંગઠન એ જ સેવા છે, તેમજ તમામ દિવ્યાંગોને જણાવ્યું કે, સફળતાનો આનંદ માણવા માટે માણસના જીવનમાં મુશ્કેલીઓ આવે તે જરૂરી છે. સેવા હી સંગઠનના માધ્યમથી પાદરા તાલુકાના અસ્થિ વિષયક દિવ્યાંગો, અંધ, બહેરામુંગા, મંદબુદ્ધિના લોકો, હાથે પગે અપંગતા ધરાવતાં દિવ્યાંગોને અનાજની કિટ વિતરણ કરાયું હતું. તમામ દિવ્યાંગોને તેમજ ગરીબ-સ્લમ વિસ્તારોના પરિવારોને રસી મુકાવવા અનુરોધ કર્યો હતો.

આ અનાજની કિટમાં ઘઉં, ચોખા, તુવેરની દાળ, તેલ, ખાંડ, ગોળ, મીઠું, હળદર, મરચું, મસાલા, ધાણા, જીરું, મરી મસાલા, વગેરે સામાન આ સામગ્રી 3 મહિના ચાલે તેટલો સામાન આપવામાં આવ્યો હતો. આ અનાજની કિટ વિતરણ કાર્યક્રમમાં કવિતા પટેલ, અપંગના ઓજસ ગુજરાતના નીમિશાબેન મિસ્ત્રી, પવન પટેલ, પ્રકાશ ચૌહાણ, નિલેશ પટેલ, કદમ વ્યાસ, મહેન્દ્ર પરમાર, આકાશ પટેલ,વિનોદ પ્રજાપતિ તેમજ અનેક વિકલાંગ કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...