તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:પાદરામાં કોરોનાની મહામારીથી બચવા રસી મુકાવવાથી થતાં ફાયદા અંગે ચર્ચા

પાદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિષ્ણાતો દ્વારા બહેનોનું વ્યક્તિગત સમાધાન કરી સંતુષ્ટ કરવામાં આવ્યાં

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરની રાજનંદકુવરબાના સાનિધ્યમાં LNDMM અને SUWASINI ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે ઇન્ટર નેશનલ વેબીનાર કોવિડ-19 કોરોનાની મહામારી સામે રસીકરણથી થતા ફાયદા અંગે વિશેષ ચર્ચા કરી યોગ્ય અને સચોટ માર્ગદર્શન પૂરું પડાયું હતું.

વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદી પીઠાધિપતિ 1008 આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા સર્વે સ્ત્રીભક્તોના ગુરુપદે બિરાજમાન એવમ્ અખિલ ભારતીય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળના અધ્યક્ષા એવા ગાદીવાળા માતૃશ્રીના રુડા આશીર્વાદ તથા ઉર્વશિકુંવરબાના શુભ માર્ગદર્શન હેઠળ અને લાલીરાજા રાજનંદિનીકુંવરબાનાં દિવ્ય સાંનિધ્યમાં LNDMM અને SUWASINI ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત તારીખ 29 મે-2021, શનિવારના રોજ ઇન્ટરનેશનલ વેબીનારમાં કોવિડ-19 રસીકરણ, સાવચેતી, સારવાર અને સ્ત્રીઓની પ્રતિરક્ષા માટેના આહાર વિષે ડૉ. આરતીબેન શાહ ( પ્રોફેસર એન્ડ HOD, શ્વસન દવા વિભાગ, કોવિડ-19 કેરના ઈન્ચાર્જ, MEUના કોર્ડિનેટર ) તેમજ પ્રોફેસર ડૉ. કોમલબેન ચૌહાણ ( કોર્ડિનેટર, પોષણ પરામર્શ કેન્દ્ર, ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ ન્યુટ્રીશન, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા.) લાઈવ રહી ભારત, લંડન, અમેરીકા, દુબઈ, કેનેડા જેવા દેશોમાં વસતા 100થી પણ વધુ બહેનોને યોગ્ય અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તદ્દઉપરાંત આ નિષ્ણાતો દ્વારા તમામ બહેનોના વ્યક્તિગત સમાધાન કરી તે બહેનોને સંતુષ્ટ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...