તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:છીપવાડ તળાવમાં થનાર કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાશે

પાદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરામાં ગણેશ વિસર્જન માટે છીપવાડ તળાવમાં કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. - Divya Bhaskar
પાદરામાં ગણેશ વિસર્જન માટે છીપવાડ તળાવમાં કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
  • ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી
  • ગણપતિની પ્રતિમાના વિસર્જન માટે તરાપાની વ્યવસ્થા સાથે રાત્રે લાઈટો મૂકાશે

પાદરા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.પાદરા પંથકમાં ગણેશઉત્સવને હવે ગણતરીના છ દિવસ બાકી રહ્યા છે. ત્યારે પાદરા નગરપાલિકા દ્વારા પાદરાના છીપવાડ તળાવમાં કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેના માટે ગણપતિની પ્રતિમાના વિસર્જન માટે તરાપાની વ્યવસ્થા સહિત રાત્રે લાઈટો મુકવામાં આવશે. તેને લગતી તમામ કામગીરી કરી સુંદર કૃત્રિમ તળાવમાં નવું પાણી ભરવામાં આવશે. સરકાર દ્વારા ગણપતિ ઉત્સવ માટે 4 ફૂટની મૂર્તિ બનાવવાની પરમિશન આપતા અને નગરપાલિકાએ છીપવાડ તળાવ સ્થળે મૂર્તિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

પાદરામાં સૌ પ્રથમ વખત કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા નગરજનો ગણેશ મંડળના આયોજકો પણ રોજે રોજ મોટી સંખ્યામાં છીપવાડ તળાવની આસપાસ કૃત્રિમ તળાવની કામગીરી જોવા માટે ઉમટી પડે છે.આગામી ગણેશ ઉત્સવને લઈને સરકારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી ઉત્સવ મનાવવાની જાહેરાત કરી છે. વહીવટી તંત્ર દ્વારા બેરિકેટિંગ, લાઇટિંગ, ક્રેન, તરાપા, પાગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પાદરા ઉત્સવપ્રિય નગરી છે. જેમાં દરેક તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આગામી ગણેશઉત્સવને લઈને સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈન મુજબ ગણેશ ઉત્સવ મનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...