તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બરોડા ડેરીની નિયામકની ચૂંટણી સોમવારે યોજાઈ હતી જેમાં મંગળવારે સવારે મતગણતરી યોજાઈ હતી. જેમાં પાદરાના ઝોનમાં ડેરીના માજી ચેરમેન અને ભાવિ ચેરમેન દિનેશ ભાઈ ઉર્ફે દીનુમામાનો જ્વલંત વિજય થયો છે. જેમને કોંગ્રેસના નરેન્દ્ર મુખીને ભારે હાર આપી હતી.
બરોડા ડેરીના નિયામકની ચૂંટણી ગઈકાલે સોમવારે યોજાઈ હતી. જેમાં પાદરામાં બે દિગ્ગજ નેતા ભાજપના ચેરમેનના ઉમેદવાર અને માજી ચેરમેન દિનેશભાઈ પટેલ ઉર્ફે દીનુમામા અને કોંગ્રેસના ઉમેદવાર માજી બરોડા ડેરીના ચેરમેન વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં કોંગ્રેસના મોટા દાવા જાહેર થયા હતા પરંતુ ડબ્બા ખુલતા કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર મુખીને ફક્ત 19 વોટ મળ્યા હતા. જ્યારે ભાજપના દીનુમામાને 68 વોટ મળ્યા હતા. આમ કોંગ્રેસની ભૂંડી હાર થવા પામી હતી. તેમના મોટા મોટા દાવા ખોટા સાબિત થયા હતા. આમ દીનુમામા સતત ત્રીજી ટર્મથી જીત થતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં હવે જિલ્લામાં સહકારી ક્ષેત્રે મામાનો દબદબો યથાવત રહ્યો છે.
સંખેડા ઝોનમાં રમેશભાઇ બારીયા વિજેતા
બરોડા ડેરીની સોમવારે યોજાયેલી ચુંટણીનું મંગળવારે સવારે પરિણામ આવ્યું હતું. સંખેડા ઝોનમાં રમેશભાઇ બારીયા વિજેતા બન્યા હતા. રમેશભાઇ બારીયાને 59 મત મળતા તેઓ વિજેતા બનતા સંખેડા ચાર રસ્તા ઉપર આતિશબાજી કરાઇ હતી. તેમની જીતને સંખેડાના નગરજનોએ વધાવી લીધી હતી. સંખેડા ઝોનની બરોડા ડેરીની ચુંટણીમાં રમેશભાઇ બારીયાએ પહેલી વખત જ ઝુકાવ્યુ હતું. અને તેઓ આ ચુંટણીમાં જંગી બહુમતીથી વિજેતા બન્યા હતા. સંખેડા ઝોનમાં અજીતસિંહ ઠાકોર, તેમજ નરેન્દ્રસિંહ સુરતીયા પણ ઉમેદવાર હતા. પણ આ બન્ને ઉમેદવારોને મળેલા મતોના સરવાળા કરતા પણ વધારે મતો રમેશભાઇ બારીયાને મળ્યા હતા. મંગળવારે મતગણતરી બાદ રમેશભાઇ બારીયાને કુલ 84 મતોમાંથી 59 મત મળ્યા હતા. રમેશભાઇ બારીયાને ભાજપના આગેવાનોનું સંપૂર્ણ સમર્થન હતું. મંગળવારે રમેશભાઇ બારીયા વિજેતા બન્યાના સમાચાર સંખેડા ગામમાં વાયુવેગે ફેલાઇ જતા સવારથી જ ચાર રસ્તા ઉપર આતિશબાજી શરૂ થઇ ગઇ હતી. સંખેડામાં તેમનું સ્વાગત કરાયું હતું. જીત બાદ તેઓએ ડેરીના નાના મોટા તમામ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી. જીત માટે તમામ મતદારોનો આભાર માન્યો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.