તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગ:પાદરામાં કોરોના વિશેની ગેરમાન્યતાને દૂર કરવા જાનજાગૃતિ લાવવાની માગ

પાદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને લઈ બીમાર પડી જવાય તો બીમાર વ્યક્તિ સારવાર પણ લઈ શકતી નથી

પાદરા શહેર તાલુકામાં ગ્રામજનોને કોરોના અંગે જાગૃતિ સાવચેતીની જરૂર સાથે ચેપની માહિતી સારવારની જરૂરિયાત નહીં સમજાય તો સ્થિતિ વધુ વકરશે. અંતરિયાળ ગામો સુધી કોરોના અંગે વહિવટી તંત્ર પુરતી જન જાગૃતિ ઉભી કરવા તેમજ લોકોના મનમાં ઉભા થયેલા ડર અને ખોટી માન્યતાઓ દૂર કરવા લોકમાંગ ઉઠવા પામી છે. હાલમાં પાદરાના વિવિધ ગામોમાં ગ્રામ્ય વિસ્તારો કોરોનાના બેફામ રીતે કેસો વધી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય ક્ષેત્રે લોકોને ભય છે કે તંત્ર લોકોમાં કોરોનાને લઈને જરૂરી માહિતી પોઝિટિવ દર્દીને યોગ્ય સારવાર નહી કરાવે તો હજી સ્થિતિ વકરી શકે તે નકારી શકાય તેમ નથી. કોરોનાને લઈને અનેક લોકોમાં સારવાર સહિતના મુદ્દે ડરનો માહોલ છે, તે પણ દૂર કરવા તેમજ સક્રિય થયેલા લોકો સાવચેતી નહિ રાખે તો સંક્રમણ આગળ વધી શકે છે.

કેટલાંક અંતરિયાળ ગામોમાં કોરોનાનું પ્રમાણ પણ વધી ગયેલું છે. ગામોમાં ડરનો માહોલ જોવા મળે છે. તેના કારણે બીમાર પડી જવાય તો બીમાર વ્યક્તિ સારવાર પણ લઈ શકતો નથી. કેટલાક લોકો વેક્સીન નથી લઈ રહયા તેની પાછળ જાગૃતિનો અભાવ જોવા મળે છે. કોરોનાની સારવાર કરવા જશે તો જ તબિયત વધુ બગડશે જે ડરનો માહોલ છે, જે યોગ્ય જાણકારી આપવી અપાવી દૂર કરવી તેની સામે જે વર્ગ સારવાર કરવા ઈચ્છે છે તેમને પણ ડર છે. યોગ્ય સારવાર મળશે કે કેમ તેની ચિંતા સતાવી રહી છે અને દરેક વ્યક્તિને ઓક્સીજનને જરૂર નથી. ગામડાના ઓક્સિજન હોસ્પિટલમાં પહોંચાડીને યોગ્ય ઉપયોગ કરે તેવી વ્યવસ્થા ઊભી કરવા લોકમાંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...