રજૂઆત:પાદરામાં ખાણી-પીણીની લારીઓવાળાનેે પાર્સલની સેવા શરૂ કરવા છૂટ આપવા માગ

પાદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લારી ગલ્લા સંગઠન અને લારીધારક વેપારીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર

પાદરા નાના વેપારીઓ અને ખાસ કરીને નાસ્તાની ખાની-પીની લારીઓ વાળાને પણ હોટલની જેમ ગ્રાહકોને પાર્સલ આપવાની છૂટ સાથે ધધો કરવાની છૂટ આપવાની માગ સાથે પાદરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. લોકડાઉન દરિમયાન નાના વેપારીઓમાં તેમાં પણ ખાસ કરીને લારી ચલાવીને પોતાનો ધધો કરતા વેપારીઓની હાલત કફોડી બની છે. લોકડાઉન-4માં અનેક છૂટ છાટ આપવામાં આવી છે. 

હોટલોમાં આવતા ગ્રાહકો માટે પાર્સલની સુવિધાઓ સાથે છૂટ આપવામા આવી છે. ત્યારે પાદરાના લારી ગલ્લા ધારકો અને તેઓના આવવાનો તેમજ નાસ્તાની અને ખાણી-પીણીની લારીઓવાળાઓને પણ પાર્સલમાં છુટ આપવામાં આવે તેવી માંગ સાથે પાદરાના લારી ગલ્લા સંગઠન ના આગેવાનો તેમજ લારીધારક વેપારીઓ દ્વારા પાદરા મામલતદાર ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જે માટે તમામ નિયમોનું પાલન પણ વેપારીઓ કરશે તેમ જણાવ્યું હતું. હોટલમાં જેવી રીતે ગ્રાહકોને પાર્સલ માટેની છૂટ આપવામાં આવી છે.

પાદરામાં નાસ્તાની લારી ચલાવતા નાના વેપારીઓ પણ પાર્સલ માટે છૂટ આપવામાં આવે તે માટે લારી ગલ્લા એસોસિએશનના આગેવાન અને સામાજિક કાર્યકર અમજદ ગરાસિયાની આગેવાનીમાં પાદરા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...