તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:આરોગ્ય કેન્દ્રો પર ટેસ્ટિંગ કિટ અને રેમડેસિવિરનો જથ્થો આપવા માટે માગ

પાદરા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાદરાના ધારાસભ્યે રાજ્યના CMને પત્ર લખ્યો.
 • પાદરા શહેર-તાલુકામાં મેડિકલ જરૂરિયાતો અંગે ધ્યાન દેવા રજૂઆત

પાદરા શહેર અને તાલુકાની જનતા માટે કોરોનાના સંદર્ભે મેડિકલ જરૂરિયાતો સત્વરે ધ્યાને લઇ અમલીકરણ કરવા પાદરા ધારાસભ્યે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો. કોરોના મહામારીને કારણે વડોદરા શહેર જિલ્લામાં જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેનાંથી સૌ કોઈ વાકેફ છે. ત્યારે પાદરા વિધાનસભાના જન પ્રતિનિધિ તરીકે અને દૈનિક રીતે સેંકડો ટેલિફોન રેમડેસીવીર ઇન્જેક્સન તથા કોરોના ટેસ્ટિંગ કીટ માટે પાદરાના ધારા સભ્ય જસપાલસિંહ પઢીયાર પર આવી રહ્યા છે.

આ સંદર્ભમાં પાદરા શહેર વિસ્તારના તમામ PHC અને CHC સેન્ટરો પર તાકીદે ટેસ્ટિંગ કીટ અને રેમડેસિવિર ઇન્જેક્સનનો સપ્લાય ઉપલબ્ધ થાય તેવી લોકલાગણી અને માગણીને ધ્યાને લઇ ધારાસભ્યે મુખ્ય મંત્રી વિજય રૂપાનીને પત્ર દ્વારા સત્વરે આ અછત પૂરી કરવા માંગ કરી છે. સંક્રમિત દર્દીઓને હાલાકી નાં પડે તેવી સરકાર દ્વારા વ્યવસ્થા ઉભી કરવા પત્ર લખ્યો. જસપાલસિંહ પઢીયારે જણાવ્યું હતું કે, આ ગંભીર પરિસ્થિતિમાં એક જનપ્રતિનિધિ તરીકે મારાથી બની શકે એ પ્રકારનો પૂર્ણ સહયોગ આપવા હું તૈયાર છુ.

દર્દીઓના સગાઓના રેમડેસીવીર ઇન્જેક્સન માટે રોજેરોજ 12થી 15 જેટલા ટેલિફોન આવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ઇન્જેક્સનની જે માંગણી છે તેના 10% જેટલો પણ ઇન્જેક્સનનો જથ્થો મળતો નથી. તેથી દર્દીને ઇન્જેક્સન ન મળવાની ફરિયાદો મળી રહી છે.

આવી પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગમાં ડોકટરોની પૂરતી ટિમ ઉપલબ્ધ ના હોય ત્યારે ગામડે ગામડે ખાનગી ડોકટરોને યોગ્ય વળતર આપી માં અમૃતમથી મળવા પાત્ર વળતર જે તે વિસ્તારના ખાનગી ડોક્ટરોને મળે તે રીતે પ્રવૃત્તિ કરવામાં આવે તો સરકારી હોસ્પિટલોને અવ્યવસ્થા અને અંધાધુનીનું સરળતાથી નિરાકરણ કરી શકાય તેમ છે. ઉપરાંત જે સામાજિક ધાર્મિક સંસ્થાના સ્વયંસેવકો આ સેવા યજ્ઞમાં પ્રવૃત થવા માંગતા હોય તેમને સરકારી મંજૂરી કોરોના ગાઈડલાઈનના અમલ સાથે આપવા ભલામણ કરતો પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો