પાદરા મામલતદાર કચેરીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર રણું તુલજા ભવાની માતાજી મંદિર, ગામેઠા ગામે આવેલ પૌરાણિક હનુમાનજી મંદિર તેમજ મહુવડ ગામે આવેલ રણછોડજી મંદિર તેમજ તેની સામે આવેલું તળાવ તેમજ ડબકા ગામે આવેલ ગાયકવાડી વખતનો મહીસાગર નદી કિનારે આવેલ ઓવારાનું કામ અને ગણપતપુરા ગામે આવેલ ઘેલા ઝાડના સ્થળોએ પર્યટન પ્રવાસન તરીકે વિકસાવવા માટે માગણી કરી હતી.
પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે શનિવારે પાદરા મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવેલી વડોદરા જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં પાદરાના તાલુકાના વિવિધ 5 ગામોના મંદિર તળાવોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
ધારાસભ્ય દ્વારા અગાઉ પાદરામાં પ્રવાસન તરીકે વિકસાવવામાં આવે તે બાબતની રજૂઆત 2018થી 2019માં જિલ્લા પ્રવાસન મીટિંગમાં કરી હતી. તેમ છતાં સરકાર દ્વારા આજદિન સુધી કોઈ સ્થળને પ્રવાસન તરીકે વિકસાવવા માટે કોઈ જરૂરી કાર્યવાહી નહિ કરતા શનિવારે ફરી એક વખત ધારાસભ્ય દ્વારા મામલતદાર કચેરીમાં જિલ્લા પ્રવાસન સમિતિની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ મીટિંગમાં રણું ગામે આવેલ તુલજા ભવાની માતાજી મંદિર તેમજ ગામેંઠા ગામે આવેલ પૌરાણિક હનુમાનજી મંદિર, મહુવડ ખાતે આવેલ રણછોડજી મંદિર તેમજ તેની સામેનું તળાવને વિકસાવવાનું, ડબકા ગામે આવેલ ગાયકવાડી વખતે મહીસાગર નદી કિનારે આવેલ ઓવારાનું કામ તેમજ ગણપતપુરા ગામે આવેલ ઘેલું વૃક્ષના સ્થળને પર્યટન પ્રવાસન વિકસાવવા માં આવે તેવી માગણી મુકેલ છે. પરંતુ છેલ્લા ચાર વર્ષમાં એક પણ કામ આપવામાં નહિ આવતા ધારાસભ્યએ પોતાની નારાજગી પણ મીટિંગમાં વ્યક્ત કરી હતી. અધિકારીએ સરકારમાં દરખાસ્ત કરવાની પણ વાત જણાવેલ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.