સુવિધા:પાદરા CHCમાં હન્ટ્સમેન કંપની દ્વારા ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લાન્ટ કલાકદીઠ 10 Nmની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે

પાદરાની હન્ટ્સમેન ટેક્સટાઉલ્સ ઈફેક્ટસ દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારીની પહેલના ભાગરૂપે પાદરા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન (પી.આઈ.એ) સાથે મળીને ગુજરાતની પ્રજા માટે પાદરા પ્રાયમરી હેલ્થકેર કેન્દ્ર ખાતે મેડિકલ ગ્રેડ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મેડિકલ ઓક્સિજન ઉત્પાદન સવલત 90-93 ટકાની શુદ્ધતા પર કલાકદીઠ ૧૦ Nmની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. તે મેડિકલ સેન્ટરમાં 50 પથારીઓને સેવા પૂરી પાડવા માટે સજ્જ છે.

આ પહેલા હન્ટ્સમેન પાદરા જિલ્લામાં વધુ સારા આરોગ્ય આંતરમાળખાના આગળ ધપી રહેલા પ્રયોતનોનો એક ભાગ છે. જ્યાં તેણે તેના અદ્યતન પ્લાન્ટની આસપાસ સમુદાયના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દેશ અને ગુજરાત કોવિડ 19ના કેસમાં ઘટાડો અનુભવતું હોવા છતાં હન્ટ્સમેન ખાને માનીએ છે કે આપણે આપણા પ્રયત્નો છોડી દેવા જોઈએ નહીં અને ભવિષ્યમાં આવનારી કોઈપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે સજ્જ રહેવું જોઈએ.

પાદરાના લોકોના કલ્યાણ માટે હન્ટ્સમેનની પ્રતિબદ્ધતાને ફરી દોહરાવવાનું મને ગમશે અને તેમને ખાતરી આપું છું કે હન્ટ્સમેન ટેક્સટાઉલ્સ ઈફેક્ટસ દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારીની પહેલના ભાગરૂપે પાદરા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન (પી.આઈ.એ) સાથે મળીને ગુજરાતની પ્રજા માટે પાદરા પ્રાયમરી હેલ્થકેર કેન્દ્ર ખાતે મેડિકલ ગ્રેડ ઓક્સિજન ઉત્પાદન સવલત સમર્પિત એક યોગ્ય ભાગીદાર છે. જે વધુ સારી આવતીકાલ માટે કામ કરે છે. એમ હન્ટસમેનના ઇન્ડો સબ કોન્ટિનેન્ટના એમ.ડી. રાહુલ ટીકુએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...