તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાદરામાં અંબાજી તળાવ અને લેડીઝ જિમ્નેશિયમનું લોકાર્પણ

પાદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકાર્પણ સમય દરમિયાન તળાવને રોશનીથી ઝળહળતું કરાતાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા

પાદરાના અંબાજી પાસે આવેલ મોટા તળાવનું સરકારની ગ્રાન્ટમાંથી નિર્માણ થયેલ અંબાજી તળાવ અને મોરાર બાગમાં આવેલ લેડીઝ જિમ્નેશિયમનું લોકાર્પણ સંસદ ગીતાબેન રાઠવા તથા બરોડા ડેરીના ચેરમેન દીનુંમામા, પાદરા પાલિકાના પ્રમુખ મયુરસિંહ ઝાલા તથા સદસ્યોની હાજરીમાં ગત મોડી સાંજના લોકાર્પણ કરાયું હતું. પાદરાના નગરજનો માટે પ્રથમ હરવા ફરવા માટે સુંદર સુશોભિત તળાવ તેમજ મહિલાઓ માટે જિમ્નેશિયમનું લોકાર્પણ કરવામાં આવતા નગરજનોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. લોકાર્પણ સમય દરમિયાન તળાવને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું.

ફટાકડા ફોડી લોકાર્પણ કરતાં મોટી સંખ્યામાં નગરજનો ઊમટી પડ્યા હતા. પાદરાના અંબાજી મંદિરની પાછળ તેમજ મોરારબાગની સામે આવેલ મોટા તળાવનું ગત 11 એર્કિસ 2013માં માજી ધારાસભ્ય દીનુંમાંમાં, માજી સાંસદ રામસિંહ રાઠવા અને માજી પ્રમુખ પરેશ ગાંધી તેમજ સદસ્યોના વરદ હસ્તે નગર વિકાસ શ્રીનીધી યોજનામાંથી અંદાજિત 1,16,52,700ના ખર્ચે ડેવલોપમેન્ટ કરવાનું કામનું ખાતમુરત કરવામાં આવ્યું હતું. ત્યારે ગત મોડી સાંજના 8 વર્ષના સમય બાદ બ્યુટીફીકેશનના રૂા. 3 કરોડના ખર્ચે તૈયાર થવા પામ્યું હતું. જેનું ખતમુહૂર્ત પાદરા નગરપાલિકાના ત્રણ પ્રમુખ બદલાયા બાદ આજે વર્તમાન પ્રમુખ દ્વારા મોટા તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જેની સાથે મોરારીબાગમાં આવેલ પાલિકાની બિલ્ડિંગમાં વિવિધ સરકારની ગ્રાન્ટમાંથી લેડીઝ જીમ્નેશિયમનનું પણ લોકાર્પણ કરવામાં આવેલ છે. આ પ્રસંગે છોટાઉદેપુર સંસદ ગીતાબેન રાઠવા, બરોડા ડેરીના ચેરમેન દિનુમામા, પાલિકા પ્રમુખ મયુરસિંહ ઝાલા, પ્રવક્તા ચૈતન્યસિંહ ઝાલા, ઉપપ્રમુખ દેવયાની પટેલ, માજી પ્રમુખ પરેશ ગાંધી, માજી ઉપપ્રમુખ સચિન ગાંધી, શહેર મહામંત્રી શૈલેષ સ્વામી, કારોબારી ચેરમેન નયન ભાવસાર તેમજ નવ નિયુક્ત જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન ભાવસાર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ 13 અને 14 મુ નાણાપંચની ગ્રાન્ટ માંથી નિર્માણ અને બ્યુટીફીકેશન થયેલ તળાવનું લોકાર્પણ થવા પામ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં પાદરાના છીપવાડ તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવનાર છે. તેમજ આ સુંદર તળાવમાં તમામ સ્થળોએ નગરજનો સારી રીતે જાળવણી કરે તે માટે પ્રવક્તા ચૈતન્ય સિંહ ઝાલાએ અપીલ કરી હતી. મોટા તળાવની ફરતે વોકિંગ અને મ્યુઝિક સિસ્ટમ તેમજ ચારેય બાજુ કુવારા સાથે રંગબેરંગી રંગીન લાઈટથી સજ્જ તળાવ પાદરા નગરની આગવી ઓળખ ઊભી કરશે.

છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા લોકાર્પણ કરવા માટે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો

પાદરા શહેર અને તાલુકાની જનતાને કોરોનાની બીજી લહેરમાં રામ ભરોસે છોડનાર છોટાઉદેપુર મત વિસ્તારના સંસદ ગીતાબેન રાઠવા ગત મોડી સાંજના મોટા તળાવનું લોકાર્પણ કરવા દોડી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તાલુકામાં કોરોનાની બીજી લહેરમાં કોરોનામાં 4200થી વધુ લોકો સંક્રમિત થયા હતા અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. અને બીજી લહેર ઘાતકી પુરવાર થઇ હતી. આ કોરોના ના કપરા સમય દરમિયાન છોટાઉદેપુર સંસદ ગીતાબેન રાઠવા ફરક્યા પણ નાં હતા. અને ગત રોજ બ્યુટીફીકેશન થયેલ તળાવના લોકાર્પણ કરવા દોડી આવતા લોકોમાં રોષ જોવા મળતો હતો.

અન્ય સમાચારો પણ છે...