તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પાદરાની બુરાડોન કંપનીમાં કામ કરતા કામદારનું મોત, એકને ગંભીર ઈજા

પાદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીમાં છત પરનું સિમેન્ટનું પતરું તૂટીને નીચે પટકાતા મોત નીપજ્યું હતું
  • કંપનીમાં ગરમ હવા બહાર કાઢવા માટે નવા પંખા નાખવાનું કામ ચાલુ હતું

પાદરા ના ઉમરાયા ગામની સીમમાં આવેલ બુરાડોન આઈ એમ.સી પ્રા.લી કંપનીમાં છત પર ગરમ હવા બહાર કાઢવા માટેના જૂના પંખા કાઢી નવા પંખા નાખવાનું કામ કરતો હતો. તે દરમિયાન છત પરનું સિમેન્ટનું પતરું તૂટી પડતા એક ઈસમ ધડાકા સાથે નીચે પટકાતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એક ઇસમને ગંભીર હાલતમાં ક્રોસરોડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ઉક્ત બનાવના પગલે બુરાડોન કંપનીમાં ધડાકા જેવો અવાજ થતાં અફરાતફરી સાથે નાસભાગ મચી જવા પામી હતી. જ્યારે કંપનીની બહાર લોકો પણ દોડી આવ્યા હતા.

પાદરાના ઉમરાયા ગામની સીમમાં આવેલ બુરાડોન આઈ.એન.સી.પ્રા.લી કંપનીમાં સોડિયમ સલ્ફેટ બનાવે છે. અંદાજિત 50થી વધુ માણસો કામ કરે છે. ગઈકાલે કંપનીમાં પતરાના શેડ ઉપર ગરમ હવા બહાર કાઢવા માટેના જૂના પંખા કાઢી નવા પંખા નાખવાનું કામકાજ ચાલુ હતું. તે સમય દરમિયાન કામકાજ કરતા અજય રામપાલ પાસવાન ઉ.37 રહે.વિજયવાડી ડભોઇ રેલવેલાઈન પ્રતાપનગર વડોદરા તેમજ વિક્રમ રાજનારાયણ બિંદ પંખા નાખવાનું કામકાજ કરી રહેલ હતા.

જેથી ફેબ્રિકેશન કામ કોન્ટ્રાક્ટરથી કામ કરતા હતા. તે સમય દરમિયાન છત પરનું સિમેન્ટ પરનું પતરું તૂટી પડતા અજય પાસવાન નીચે પટકાયા હતા. જેમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. સાથે વિક્રમ બિંદ પણ ગંભીર ઇજાઓ થવા પામી દરમિયાન અજય પાસવાનનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજા થનાર વિક્રમ બિંદ ક્રોસરોડ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીમાં આ અકસ્માતની કોઈપણ જાતની જાણ થવા દીધેલ ન હતી. તેમજ કોન્ટ્રાકટર પાસે કોઈપણ જાતનું લાઇસન્સ પણ હતું નહીં હોવાનું જાણવા મળે છે. ઉક્ત બનાવના પગલે બુરાડોન કંપનીમાં ધડાકાજેવો અવાજ થતા અફરાતફરી સાથે નાસભાગ પણ મચી જવા પામી હતી. જ્યારે કંપનીની બહાર પણ અનેક લોકો દોડી આવ્યા હતા. ઉક્ત બનાવની ફરિયાદ પાદરા પોલીસ મથકે વિક્રમ બિંદએ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી પી.એમ.માટેની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...