પાદરાના ડભાસા ગામના કેટલા ખેડૂતોએ પાદરા એમજીવીસીએલ કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે એમજીવીસીએલ દ્વારા 2018માં ખેડૂતોને સોલાર પેનલ એગ્રીકલ્ચર લેવા માટે યોજના સમજાવવામાં આવી હતી. જો કે તે યોજના ખેડૂતોના લીધા બાદ ખેડૂતો સાથે સરકાર અને એમજીવીસીએલ દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે.ડભાસાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે સરકારે તેઓને 65 % સબસીડી આપવાની વાત કરી હતી. જ્યારે અન્ય 35 % ખેડૂતોએ ભરવાની રહેશે તેમ જણાવ્યું હતું.
પરંતુ આ સમગ્ર મામલે સરકાર અને એમજીવીસીએલ ખેડૂતો સાથે છેતરપિંડી કરતા 65 ટકા ખેડૂતોને ભરવાના તેમજ 35 % સરકાર ભરશે તેમ પ્લાન ઊંધો કરી નાખ્યો છે. આજે પાદરા એમજીવીસીએલ વિભાગ - 2માં ડભાસાના 50 ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે સરકાર ખેડૂતોને સહાય આપવાની વાત કરે છે. પરંતુ બીજી બાજુ સરકાર ખેડૂતોને લૂંટવાની વાત કરતી હોય તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે. છેલ્લાં ઘણા સમયથી બેફામ એગ્રીકલ્ચર બિલો આપીને સરકાર ખેડૂતોને લૂંટવાની વાત કરે છે.
છેલ્લા ઘણા સમયથી બેફામ આવતા બિલોની વારંવાર એમજીવીસીએલમાં રજૂઆત કર્યા બાદ પણ એમજીવીસીએલ દ્વારા કોઈ પ્રતિ ઉત્તર નહીં આપતા અને ખેડૂતો દ્વારા નાના બિલ નહીં ભરતા હવે એમજીવીસીએલએ વીજ પુરવઠો કાપી નાખવાનું શસ્ત્ર ઉગમતું નોટિસ ખેડૂતોને આપી છે. જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.
ડભાસા ગામના કેટલાક ખેડૂતોએ પાદરા કિસાન સંઘના પ્રમુખ સહિત કિસાન સંઘની બોડીને સાથે રાખીને mgvclમાં આવેદનપત્ર આવી જણાવવામાં આવ્યું છે કે આવનારા સમયમાં ખેડૂતોના સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં પાદરા એમજીવીસીએલ ખાતે ખેડૂતો આંદોલન કરશે. અંતે ખેડૂતોએ જણાવ્યું છે કે આ તમામ યોજના સરકાર પરત લઈ લે અને તેઓને યોગ્ય યોજના જે હતી તે રાખી અને આ તમામ બાબતોમાંથી દૂર કરવામાં આવે. અને ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે સરકાર યોજનાના નામે સીધી લૂંટ ચલાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.