તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:વિશ્વ કેન્સર દિને ફેઈથ ફાઉન્ડેશન દ્વારા સાઇકલ યાત્રાનું આયોજન

પાદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદથી નીકળેલી જન જાગૃતી રેલી પાદરા આવી. - Divya Bhaskar
અમદાવાદથી નીકળેલી જન જાગૃતી રેલી પાદરા આવી.
 • અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળેલી જન જાગરણ રેલી પાદરા ખાતે આવી પહોંચી

સાયકલ યાત્રા અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધીના સાઈકલીસ્ટ પાદરાના રણુ તુલજા મંદિરે આવી પહોંચ્યા હતા. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળેલી જન જાગરણ રેલી પાદરા ખાતે આવી પહોંચી હતી. તમાકુના સેવનના કારણે ભારતમાં દર વર્ષે 13.5 લાખ લોકો મૃત્યુ પામે છે. આ મૃત્યુદર ઘટાડવા અને લોકો વ્યસનમુક્ત જીવન જીવી એક સ્વસ્થ જીવનશૈલી અપનાવે તેવો સંદેશોએ લોકો સુધી પહોચે તે માટેનો પ્રયત્ન અને હેતુએ સંસ્થાનો છે.

અને તે માટે 4થી ફેબ્રુઆરી એટલે કે ‘વિશ્વ કેન્સર દિવસ’ નિમિત્તે ફેઈથ ફાઉડેશન વડોદરા દ્વારા સાઇકલ યાત્રા ‘રાઈડ ફોર ટોબેકો ફ્રિ જનરેશન’(Ride4TFG) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાઇકલ યાત્રા નો તા.૧લી ફેબ્રુઆરી, 2021 અમદાવાદના સાબરમતી આશ્રમથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે 7 જિલ્લામાં થઈ પૂર્ણાહુતિ 4થી ફેબ્રુઆરી 2021ના રોજ નવસારીના દાંડી ખાતે બીચ પર કરવામાં આવશે. દાંડી બીચને ‘ટોબેકો ફ્રી ટુરિસ્ટ દાંડી’ તરીકે જાહેર કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવશે.

બે સાયકલ યાત્રીઓ અક્ષય અગ્નિહોત્રી તથા પ્રવીણગિરી 525 કિલોમીટરનું સાયકલ પર અંતર કાપશે. જેમાં તેઓ સાથે તેમની ટીમમાં કુલ 20 કાર્યકર્તાઓ સાબરમતી આશ્રમથી જેતલપુર, માતર, અને બોરસદ થઈ સાઇકલ યાત્રી વડોદરા જિલ્લાના પાદરાના રણુના તુલજા મંદિર ખાતે પહોંચ્યા હતા. રણુ મંદિરે દર્શન કરીને તેઓની ટીમે રણુ ખાતે જનજાગરણ અભિયાનના ભાગરૂપે નાટક પણ રજૂ કર્યું હતું. આ યાત્રા દરમિયાન બંને સાયકલ યાત્રી રોજનું સરેસાશ 90થી 100 કિ.મી જેટલું સાયકલીંગ કરે છે.

લોકો વ્યસન છોડશે તો અમારી યાત્રા સફળ માનીશું
સાયકલયાત્રી અક્ષય અગ્નિહોત્રી એ જણાવ્યુ કે, આ યાત્રા દરમિયાન હજારો લોકો સાથે મુલાકાત થાય છે. જેમાં જરૂરી નથી દરેક વ્યક્તિ વ્યસન મુક્ત થાય પરંતુ થોડાક લોકો પણ વ્યસન છોડશે તો પણ અમારી યાત્રા સફળ માનીશું.

સાઇકલયાત્રાનો ઉદેશ્ય

 • તમાકુનું સેવન અને તેના સેવનથી થતાં કેન્સરનું પ્રમાણ ઘટાડવા જનજાગૃતિ લાવવાનો.
 • ટોબેકો ફ્રી જનરેશન 2030 સુધીમાં એક જનરેશનને ટોબેકો મુક્ત કરવાના લક્ષ્ય સાથે સંસ્થા 4થી ફેબ્રુઆરી 2021થી શરૂ કરી તા. 31 મ ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ સુધીમાં રાજ્યની તમામ શાળાઓ ‘ટોબેકો ફ્રી એડ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ’ જાહેર કરવા માટેની ઝૂંબેશ હાથ ધરશે.
 • COTPA 2003ના કાયદામાં આવી રહેલા સુધારાને સમર્થન આપવા અને અમલીકરણની માગ સાથે સાબરમતી આશ્રમથી યાત્રાની શરૂઆત થઇ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો