તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાદરાના ઢાઢર નદી પાસેના ગામોમાં કપાસનો પાક નષ્ટ

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ ન વરસતાં કપાસમાં વાઇરસ આવતાં તૈયાર પાક સંપૂર્ણ પણે નષ્ટ થયો
  • વરસાદ વગર પાકમાં વાઇરસ આવતાં ખેડૂતોની કફોડી હાલત

હાલ વરસાદ ખેંચાતાં પાદરા તાલુકાના ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. ત્યારે વધુમાં કપાસમાં વાઇરસ આવતા કપાસનો પાક સંપૂર્ણ પણે નષ્ટ થયો હતો. જગતનો તાત બેહાલ બન્યો છે. જેમાં વરસાદ મન મુકીને આવતો નથી અને ઉપરથી પાકમાં વાઇરસ આવતા કફોડી હાલત થઈ છે. ખાસ કરી પાદરામાં કપાસના પાકમાં વ્યાપક પ્રમાણે વાઇરસના કારણે પાકને નુકસાન થયું છે.

પાદરાના મોભા, શાનપુર તથા કોટના અને સોખડારાઘુ સહિતના વિસ્તારમાં કપાસમાં વાઇરસના કારણે પાક નષ્ટ થયો છે. પાદરાના ધારાસભ્યે સોખડા રાઘુ સહિતના ગામોમાં ખેડૂતોને ખેતરોની તેમજ પાકમાં નુકસાન અંગે મુલાકાત લીધી હતી. વડુ અને મુજપુર જિલ્લા પંચાયતના સદસ્યો અને આગેવાનો પણ આવ્યા હતા. ખેડૂતોએ પોતાની વ્યથા સાથે સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવાય
પાદરાના ખેડૂતોના કપાસના પાકમાં વાઇરસથી થયેલા નુકસાન અંગે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી વળતર આપવાની માગ કરવામાં આવી છે. - વિજયસિંહ, ખેડૂત, કોટના તા.પાદરા

સોખડા પાસે કપાસના પાકમાં નુકસાન
પાદરા તાલુકાના સોખડાની આસપાસના વિસ્તારોમાં કપાસના પાકમાં વાઇરસના કારણે વ્યાપક નુકસાન થયું છે. પાદરાના ધારાસભ્યે સરકારમાં રજૂઆત કરી વહેલી તકે ખેડૂતોને સરકાર વળતર ચૂકવે તેવી માગ કરી છે. -વસંતભાઈ પટેલ, ખેડૂત, સોખડારાઘુ, તા.પાદરા
મુખ્યમંત્રી-જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી
કપાસના પાક કોઈક પ્રકારના વાઇરસ અથવા કેમિકલના કારણે બળી જતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ વડોદરા જિલ્લા કલેકટરને પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે લેખિત રજૂઆત કરી માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...