કોરોના સંક્રમણ:પાદરામાં 36 દિવસ બાદ કોરોનાનો કેસ નોંધાતાં નગરજનોમાં ફફડાટ

પાદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • USAથી પાદરા આવેલા યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

પાદરામાં ન્યુ યર ના બીજા દિવસે કોરોના ના પ્રથમ કેસ નોંધાતા તેના પગલે પાદરા શહેર તાલુકાના લોકોમાં વ્યાપક ફફડાટ શરૂ થયો છે. પાદરા વડુ પંથકમાં ચાલુ વર્ષે કમોસમી માવઠા થયા કરે છે. ખેડૂતોમાં પડતાં પર પાટું જેવો ઘાટ સર્જાય છે. જ્યારે કોરોનાનો સંક્રમણનું શિયાળામાં યુ.એસ.એથી પાદરા આવેલા એક યુવકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ છે.

પાદરામાં કોરોનાની ત્રીજી લહેરમાં પ્રથમ કેસ નોંધાતા જેના પગલે જનજીવનમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અગાઉ ઓગસ્ટ માસમાં અને ત્યારબાદ ગત તારીખ 27/11/ 2021ના રોજ એટલે કે 36 દિવસ બાદ કોરોનાનો પ્રથમ કેસ /નોંધાતા આરોગ્ય તંત્રમાં ચિંતાનો વિષય બન્યો છે.

પાદરામાં કોરોનાના આ પ્રથમ કેસ આવતા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પગલા ભરવાના શરૂ કર્યા છે. જ્યારે બિનસત્તાવાર અન્ય બીજા ચાર જેટલા કેસો હોવાનું ચર્ચાય છે. પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ માહિતી પુષ્ટિ આપવા માટે તૈયાર નથી. શહેર-તાલુકામાં આરોગ્યતંત્ર દ્વારા રવિવારે આરટી પીસીઆરના 550 જેટલા ટેસ્ટ લેવામાં આવેલા હતા.

જેમા તમામ લોકોના ટેસ્ટ નેગેટીવ આવતા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. એક તરફ સ્કૂલો શાળાઓ ખુલી છે. ત્યારે વાલીઓ બાળકોને શાળાએ મોકલવા ચિંતા અનુભવી રહ્યા છે. બીજી તરફ બજારોમાં અને સરકારી મેળાવડાઓમાં, લગ્ન પ્રસંગોમાં ભીડ ઉમટી પડતી જણાય છે.

અન્ય સમાચારો પણ છે...